દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું છે અને સબ્સ્ક્રિપ્શનના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જો તમે આ મેગા IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો બીજા દિવસે સબ્સ્ક્રિપ્શનની વર્તમાન સ્થિતિ, પ્રવર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણવું મહત્વપૂર્ણ છે
NSE IPO સબ્સ્ક્રિપ્શન બીજો દિવસ: સબ્સ્ક્રિપ્શનની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો બીજા દિવસે બપોરે 12:57 વાગ્યા સુધીમાં, NSE IPOને કુલ 0.92 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. સૌથી વધુ રસ કર્મચારીઓની શ્રેણીમાં જોવા મળ્યો હતો, જ્યાં ઇશ્યૂ 1.27 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આ ઉપરાંત, QIB હિસ્સો 1.24 ગણો અને NII શ્રેણી 1.20 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી.
આ દરમિયાન, રિટેલ રોકાણકારો (RII) એ ફાળવેલ શેરના 0.61 ગણા જેટલી અરજીઓ સબમિટ કરી છે. એકંદરે, કુલ 8.86 કરોડ શેરની ઓફર સામે લગભગ 8.15 કરોડ શેર માટે બિડ્સ પ્રાપ્ત થઈ છે, જે બીજા દિવસે સબ્સ્ક્રિપ્શનના મજબૂત થતા વલણને સૂચવે છે.
બીજા દિવસ GMP શું છે? : NSE IPOના બીજા દિવસે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)માં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 18 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 11:37 વાગ્યા સુધીમાં, GMP ₹131 હતો; અગાઉના અપડેટની સરખામણીમાં આ ઘટાડો દર્શાવે છે અને વલણ ઝડપથી નીચે તરફ જઈ રહ્યું છે.
વર્તમાન GMPના આધારે, ઇશ્યૂની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹1,916 છે, જે ₹1,785ની કેપ પ્રાઇસ (મહત્તમ કિંમત) પર લગભગ 7.34%નું પ્રીમિયમ સૂચવે છે. જો કે, રોકાણકારોએ નોંધ લેવી જોઈએ કે GMP એ માત્ર ગ્રે માર્કેટનો બિનસત્તાવાર સંકેત છે અને વાસ્તવિક લિસ્ટિંગ કિંમત અલગ હોઈ શકે છે.
કંપનીએ શેર દીઠ ₹1,700–₹1,785ની પ્રાઇસ બેન્ડ (કિંમતની શ્રેણી) નક્કી કરી છે અને લોટ સાઈઝ 8 શેરની છે. ઉપલી પ્રાઇસ બેન્ડના આધારે, રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ₹14,280નું રોકાણ કરવું પડશે. શેર 24 સપ્ટેમ્બર, 2026ના રોજ BSE પર લિસ્ટ થવાની સંભાવના છે.
Gold-Silver Price On MCX : MCX પર સોના-ચાંદીમાં મોટો ખેલ ! એકસાથે થયો આટલો મોટો વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોઅમદાવાદના સાણંદ તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. કોલાટ ગામ નજીક દીપડાના તાજા પંજાના નિશાન જોવા મળ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં સાણંદ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ જ્યાં દીપડાના નિશાન મળ્યા હતા, તે સ્થળથી આશરે 2 કિલોમીટર દૂર ફરીથી આ નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન વિભાગ પણ અત્યંત સતર્ક બન્યું છે.
વન વિભાગના અધિકારીઓના મતે, પંજાના નિશાનના આધારે દીપડો આશરે 3 થી 4 વર્ષનો હોવાનો અંદાજ છે. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની ટીમો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મોટી દેવતી અને કોલાટ ગામ સહિત કુલ ચાર સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વારંવાર દીપડાની હાજરીના કારણે ગ્રામજનોમાં ભય અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.
ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક્યાં પડશે અતિભારે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું, જુઓ Video
અમેરિકાની એક બેંકમાં કામ કરતા આશરે 80 ભારતીય કસ્ટમર-સર્વિસ કર્મચારીઓની કથિત છટણીનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો દાવો એક કર્મચારીએ Reddit પર કર્યો છે. કર્મચારીના જણાવ્યા અનુસાર, આખી ભારતીય કસ્ટમર-સર્વિસ ટીમને એક નાની Google Meet કોલ દરમિયાન નોકરીમાંથી મુક્ત કરવાની જાણકારી આપવામાં આવી હતી. દાવો છે કે આ આખી મીટિંગ માત્ર 5 મિનિટ જ ચાલી હતી.
80 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની માહિતીકર્મચારીએ આ પોસ્ટ Reddit ના r/IndianWorkplace કમ્યુનિટીમાં શેર કરી હતી. તેના જણાવ્યા મુજબ, તે સાંજે 6:30 વાગ્યાની શિફ્ટમાં કામ કરતો હતો. તે દિવસે કર્મચારીઓને અચાનક વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના કેટલાક કલાકો પછી, રાત્રે આશરે 9:30 વાગ્યે ટીમના સભ્યોને સિનિયર મેનેજમેન્ટ સાથે Google Meet પર જોડાવા જણાવવામાં આવ્યું. કર્મચારીનો આરોપ છે કે મીટિંગ શરૂ થતાં જ ટીમને કહેવામાં આવ્યું કે તેમની નોકરી સમાપ્ત કરવામાં આવી રહી છે. એટલે કે એક જ કોલમાં આશરે 80 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની માહિતી આપી દેવામાં આવી.
કંપનીએ આખી ટીમને એકસાથે શા માટે હટાવી?Reddit પોસ્ટમાં કર્મચારીએ લખ્યું કે “બધા 80 કર્મચારીઓ! બધા જ ગયા!” તેનું કહેવું હતું કે આ નિર્ણયની અસર લગભગ 80 પરિવારો પર પડશે. પોસ્ટ અનુસાર, કંપની તરફથી પરફોર્મન્સ અને આઉટપુટને આ નિર્ણયનું કારણ બતાવવામાં આવ્યું હતું. જોકે, કર્મચારીએ આ તર્ક સામે સવાલ ઉઠાવ્યો છે. તેનું કહેવું હતું કે જો સમસ્યા કેટલાક લોકોના પરફોર્મન્સ સંબંધિત હતી, તો આખી ટીમને એકસાથે નોકરીમાંથી હટાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
A US bank fired its entire India-based employee team during a five-minute Google Meet call yesterday.
All 80 employee families were affected just with a 5-minute call.
The job market is tough. Stay where you are & work on your skills so you become harder to replace! pic.twitter.com/koPunErqwO
— Indian Tech Updates (@InTechUpdates) September 18, 2026
નોંધ : આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટિઝન્સની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ પોસ્ટમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો, અમેરિકાથી કેટલો અલગ છે ભારતમાં વેચાતો iPhone 18 Pro Max? જાણો તફાવતગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમય માટે વિગતવાર વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની વકી છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે સ્વરૂપમાં વરસી શકે છે.
ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદના કેટલાક ભાગોમાં તો પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવી સંભાવના પણ પટેલે વ્યક્ત કરી છે, જે ચિંતાનો વિષય છે. આ પ્રકારના ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
જનતાને આ પરિસ્થિતિમાં અત્યંત કાળજી રાખવા અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાથી બચવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી વીજળી પડવાના જોખમથી સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને ઝાડ નીચે કે વીજળીના થાંભલા નીચે ઉભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા સમયે તે જોખમી સાબિત થઈ શકે છે. માલધારીઓએ પણ પોતાના પશુઓની સંભાળ રાખવા અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે ધ્યાન રાખવું પડશે.
આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, જામનગર અને પોરબંદરમાં સારો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને બનાસકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અરવલ્લી અને પંચમહાલમાં હળવાથી ભારે વરસાદની વકી કરાઈ છે. ઉત્તર ગુજરાતના કડી, કલોલ, મહેસાણા, માણસા, પ્રાંતિજ અને હિંમતનગર જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
અંબાલાલ પટેલે લાંબા ગાળાની આગાહી કરતા જણાવ્યું છે કે, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહી શકે છે. નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધીના સમયગાળામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિની શરૂઆતમાં, મધ્યમાં અને દશેરા સુધી ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે.
આ ઉપરાંત, 5 ઓક્ટોબરની આસપાસ પવન ફૂંકાવાની શક્યતા છે, અને 17 ઓક્ટોબરની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પોઝિટિવ થવાના કારણે પણ વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ બધી આગાહીઓ રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
નારોલમાં પાણી પાણી, ટ્રાફિક જામથી લોકોમાં રોષ! તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
મની પ્લાન્ટ અને જેડ પ્લાન્ટની જેમ જ મધુકામિનીના છોડને પણ વાસ્તુમાં શુભ માનવામાં આવે છે. મધુકામિનીનો છોડ ઘરમાં કઈ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે, તેની સંભાળ કેવી રીતે રાખવી અને તેને લઈને વાસ્તુમાં શું ખાસ માન્યતા છે, ચાલો જાણીએ.
મધુકામિની (Madhu Kamini/Orange Jasmine) સુંદર લીલા પાંદડા અને નાના સફેદ ફૂલોની મનમોહક સુગંધ માટે જાણીતી છે. બગીચા કે ઘરની સુંદરતા વધારવા ઉપરાંત, વાસ્તુ અને જ્યોતિષ સાથે જોડાયેલી માન્યતાઓમાં પણ આ છોડને ખાસ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ, યોગ્ય જગ્યાએ આ છોડ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને સુખદ વાતાવરણ વધે છે.
મધુકામિનીનો છોડ કઈ દિશામાં રાખવો?વાસ્તુ સંબંધિત માન્યતાઓમાં છોડની દિશાને મહત્વ આપવામાં આવે છે. મધુકામિની માટે પણ કેટલીક દિશાઓને શુભ માનવામાં આવે છે.
- ઉત્તર અને પૂર્વ દિશા : મધુકામિનીનો છોડ ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો પણ તેના માટે અનુકૂળ ગણાય છે. વાસ્તુ માન્યતા પ્રમાણે આ દિશાઓ સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી છે.
- કઈ દિશા ટાળવી? : વાસ્તુની માન્યતા અનુસાર મધુકામિનીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
- ઘરમાં સકારાત્મક વાતાવરણ : મધુકામિનીના સફેદ ફૂલોની સુગંધ આસપાસના વાતાવરણને સુગંધિત અને તાજગીભર્યું બનાવે છે. વાસ્તુ માન્યતા પ્રમાણે તે ઘરમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક માહોલ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
- ધન-સમૃદ્ધિ સાથે જોડાયેલી માન્યતા : વાસ્તુના કેટલાક જાણકારો મધુકામિનીના છોડને સમૃદ્ધિ સાથે જોડે છે. યોગ્ય દિશામાં તેને ઘરના પ્રવેશદ્વાર નજીક અથવા બાલ્કનીમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી માન્યતા છે.
- પરિવારમાં પ્રેમ અને સુમેળ : મધુકામિનીની સુગંધ અને હરિયાળી ઘરના વાતાવરણને ખુશનુમા બનાવે છે. વાસ્તુ માન્યતા મુજબ આ છોડ પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, સ્નેહ અને સુમેળ વધારવા સાથે જોડાયેલો છે.
- છોડની આસપાસ સ્વચ્છતા રાખો : કુંડાની આજુબાજુ કચરો કે ગંદકી એકઠી ન થવા દો. છોડને સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાએ રાખવો જોઈએ.
- સૂકા પાન અને ડાળીઓ દૂર કરો : છોડનાં પાન કે ડાળીઓ સૂકાઈ જાય તો તેને સમયસર કાપીને દૂર કરી દો. વાસ્તુની માન્યતા પ્રમાણે સુકાયેલો અથવા મરઝાયેલો છોડ ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે.
- પાણી અને સૂર્યપ્રકાશનું ધ્યાન રાખો : મધુકામિનીને તેની જરૂરિયાત પ્રમાણે પાણી અને પૂરતો પ્રકાશ મળવો જરૂરી છે. સ્વસ્થ અને લીલો છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ આસપાસનું વાતાવરણ પણ વધુ તાજગીભર્યું બનાવે છે.
નોંધ : અહીં જણાવેલા ધન, સકારાત્મક ઊર્જા અને વાસ્તુ લાભો પરંપરાગત વાસ્તુ માન્યતાઓ પર આધારિત છે, તેના વૈજ્ઞાનિક પુરાવા તરીકે ન લેવા.
મોંઘા સાબુ-શેમ્પૂ ખરીદવાનું ભૂલી જાઓ! ઘરે ઉગાડો સાબુનું ઝાડ, વાળથી લઈને કપડાંની સફાઈમાં આવશે કામ
આજકાલ બજાર તમામ પ્રકારના પ્રોડક્ટ ડ્યુબલીકેટ મળવા લાગી છે. પછી ભલે તે બ્રાન્ડેડ જૂતા હોય, કપડાં હોય, ઘડિયાળો હોય, સૌંદર્ય પ્રસાધનો હોય, ઇયરબડ્સ હોય કે પછી સ્માર્ટફોન પણ હોય. ઘણી વખત સેલના ચક્કરમાં લોકોને નકલી ફોન પણ પકડાવવામાં આવ્યા છે.
નકલી વસ્તુઓ બિલકુલ અસલી જેવી જ દેખાય છે, પરંતુ ગુણવત્તા, ટકાઉપણું અને સલામતીની દ્રષ્ટિએ, તે અસલીની નજીક ક્યાંય નથી. ઘણી વખત ગ્રાહકોને મોટી બ્રાન્ડના નામે છેતરવામાં આવે છે અને તેમને નકલી વસ્તુઓ મળે છે. તેમા પણ ખાસ કરીને ફોન. જો તમે ફોન ખરીદવા જાવ કે સેલમાં ફોન ખરીદો તો તે પહેલા તે ફોન અસલી છે કે નકલી તે અંગે જાણવું જરુરી છે નહીં તો તમારા પૈસાની બરબાદી થઈ શકે છે.
દરેક મોબાઇલમાં એક 15-અંકનો IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર હોય છે. જો તમે સેલમાં ડિલિવર થયેલ ફોન અસલી છે કે નકલી તે તપાસવા માંગતા હો, તો આ માટે તમે સરકારી સાઇટ સંચાર સાથી પોર્ટલની મદદ લઈ શકો છો.
સંચાર સાથીની સત્તાવાર સાઇટ https://sancharsaathi.gov.in પર જાઓ
હોમપેજ પર, તમારે સીટિઝન સેન્ટ્રિક સર્વિસ વિકલ્પ પર ક્લિક કરવું પડશે
આ પછી, Know Your Mobile/IMEI Verification વિકલ્પ પસંદ કરો
OTP પ્રાપ્ત કરવા માટે કેપ્ચા અને મોબાઇલ નંબર દાખલ કરો, હવે આગળ વધવા માટે OTP સબમિટ કરો
OTP દાખલ કર્યા પછી, સ્માર્ટફોનનો 15-અંકનો IMEI નંબર દાખલ કરો અને સબમિટ કરો
ઉપર જણાવેલ તમામ પગલાંઓનું પાલન કર્યા પછી, તમને ઉપકરણની વિગતો મળશે જેમ કે ઉપકરણ સ્થિતિ, બ્રાન્ડ, મોડેલ, ઉપકરણ પ્રકાર અને ઉત્પાદન વિગતો મળી જશે
SIM Lock શું છે, તમારા ફોન માટે કેમ જરુરી છે આ ફીચર ? 99% લોકો નથી જાણતા યુઝ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોમેથીના દાણાનું સેવન ભારતીય રસોઈમાં તડકો લગાવવાના રુપે કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં લોકો મેથીના દાણા પાણી પીવાની સાથે પલાળીને પણ ખાય છે. જેનાથી વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થને અનેક ફાયદા થાય છે.
આ ફાઈબર, આયરન, મેગનીઝ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. મેથીના દાણાનું સેવન બધા માટે યોગ્ય નથી. કેટલાક લોકોને મેથીના દાણા નુકસાન કરે છે.
ફિઝિશિયન અને ડાયબિટોલોજિસ્ટ ડોક્ટર વિપુલે જણાવ્યું કે, ક્યા લોકોએ મેથીના દાણાનું સેવન દવા તરીકે કરતા બચવું જોઈએ. આ સાથે આનું સેવન કરતી વખતે કોઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો વિસ્તારથી જાણીએ.
પ્રેગ્નન્સી દરમિયાન મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નહી. મેથીના દાણા યુટ્રસ એટલે કે, ગર્ભાશયને સ્ટિમ્યુલેટ કરી શકે છે. તેમજ બ્રેસ્ટફીડિંગમાં પણ પહેલા ડોક્ટરને મેથીના દાણા સેવન વિશે પુછવું જરુરી છે.
ડોક્ટર કહે છે કે,જો તમે મેથીના દાણાનું સેવન કરી રહ્યા છો. તો સર્જરીના બે અઠવાડિયા પહેલા બંધ કરી દેવું જોઈએ. આ સાથે તમારા ડોક્ટરને આ વિશે જરુર જણાવવું જોઈએ. કારણ કે, મેથી બ્લીડિંગને અફેક્ટ કરે છે.
જો તમે વોર ફેરન અથવા Acitrom નામનું થિનર દવાઓ લઈ રહ્યા છે. તો પણ મેથીના દાણાનું સેવન ન કરવું કારણ કે,મેથીના દાણાની સાથે મેળવી બ્લીડિંગને વધારી શકે છે.
જો તમને પેટમાં ગેસ થઈ જાય તો. મેથીના દાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમને IBSની સમસ્યા છે અથવા પાચન ખુબ સેન્સેટિવ છે. તો મેથીના દાણાનું રેગ્યુલર સેવન કરવાથી બચવું જોઈએ.
મેથીના દાણાનું સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમે ઈંસુલિન લઈ રહ્યા છો અથવા Glimepiride જેવી કોઈ દવા લઈ રહ્યા છો. તો મેથીના દાણા તમારા શુગરને ખુબ લો કરી શકે છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરોઅમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નારોલ વિસ્તારમાં વ્યાપક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે અનેક વાહનો ફસાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની હતી.
ઇસનપુરથી નારોલ તરફ જતો મુખ્ય માર્ગ તેમજ BRTS રૂટ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વરસાદ થંભી ગયા પછી પણ પાણીનો નિકાલ ન થતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. સ્થાનિકો અને મુસાફરો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
AMTS અને BRTS જેવી જાહેર પરિવહનની સુવિધાઓ પણ ખોરવાઈ જતા લોકો ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા. કરોડોના ખર્ચે થયેલા ડ્રેનેજના કામ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા તંત્રની પ્રી-મોન્સુન પ્લાનની પોકળતા સામે આવી છે.
Breaking News : ગાંધીનગરના કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાનમહિલા અનામિકાએ આરોપ લગાવ્યો છે કે શાહનવાઝ અલીએ તેની સાથે પોતાનો પરિચય યશ ઠાકુર તરીકે આપ્યો હતો અને વિવાદ દરમિયાન તેને તેની સાચી ઓળખ વિશે જાણ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અનામિકા ચાલતી કારના બોનેટને પકડીને મદદ માટે રડતી જોવા મળે છે. પોલીસે બાદમાં શાહનવાઝની ધરપકડ કરી હતી.
બીજી મહિલા સાથે જોવા મળ્યા બાદ વિવાદ શરૂ થયોસૂત્રો અનુસાર, અનામિકા અને શાહનવાઝ છેલ્લા એક વર્ષથી સંબંધમાં હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાર્ક નજીક બંને વચ્ચે ત્યારે વિવાદ થયો જ્યારે અનામિકાએ શાહનવાઝને તેની કારમાં બીજી એક મહિલા સાથે જોયો.
અનામિકા તેને રોકવા માટે કારની સામે ઊભી રહી હોવાનું જણાવાયું છેબચવા માટે બોનેટ પર કૂદી હોવાનો મહિલાનો દાવો છે. ગોમતીનગરના વિનિત ખંડ વિસ્તારમાં રહેતી અનામિકાએ પોતાની FIRમાં જણાવ્યું છે કે સવારે લગભગ 6:30 વાગ્યે તે પોતાની માસી અને બહેન સાથે જનકેશ્વર મિશ્રા પાર્કના ગેટ નંબર 4 નજીક ચાની દુકાન પર હતી. ત્યાં તેણે શાહનવાઝને જોયો હતો.
અનામિકાનો આરોપ છે કે તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતીઆરોપ છે કે સામનો કર્યા બાદ શાહનવાઝે તેને ટક્કર મારવાના ઈરાદે કાર તેની તરફ હંકારી હતી. પોતાને બચાવવા માટે તે કારના બોનેટ પર કૂદી ગઈ અને વિન્ડસ્ક્રીનના વાઇપરને પકડી લીધો હતો. અનામિકાએ વધુમાં આરોપ લગાવ્યો કે તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ શાહનવાઝે તેને મારી નાખવાના ઈરાદે કારનું એક પૈડું તેના શરીર પરથી પસાર કર્યું હતું. તેણે અગાઉ પણ શાહનવાઝ દ્વારા મારપીટ અને અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો છે.
Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Videoઅમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. શહેરમાં બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં ફરી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાંજના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
વાહનોની અવરજવર ‘સંપૂર્ણ બંધ’ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરુવના જણાવ્યા મુજબ, શહેરમાં કુલ 2.77 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન સૌથી વધુ તીવ્રતાથી વરસાદ વરસ્યો હતો. આ હાઇ ઇન્ટેન્સિટીથી પડેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઝડપથી પાણી ભરાઈ ગયા હતા.
વરસાદી પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે મીઠાખળી અને પરિમલ અંડરપાસમાંથી પાણી ઓછું કરીને તેને ટૂંક સમયમાં ખુલ્લા મૂકવામાં આવશે.
શહેરના કુલ 18 જંક્શન પર પાણી ભરાવાની ફરિયાદો મળી હતી, જેમાંથી 8 જંક્શન પરથી પાણીનો નિકાલ કરાયો છે અને 10 જંક્શન પર કામગીરી ચાલુ છે. આ ઉપરાંત 35 સોસાયટીઓમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે, જ્યાં 32 વરુણ પંપ મૂકીને પાણી બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સ્થિતિને કાબૂમાં લેવા માટે વાસણા બેરેજનું લેવલ 126.5 ફૂટ કરવામાં આવ્યું છે અને તેના 14 દરવાજા ખોલી દેવાયા છે. સાબરમતી નદીનું સ્તર વધવાના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થવામાં મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં સામાન્ય રીતે નદીનું સ્તર ઓછું રખાય છે પરંતુ હાલમાં તે 126 ફૂટ રાખવા બાબતે અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોઈ સ્પષ્ટ જવાબ ના આપ્યોકોની સૂચનાથી પાણીનું સ્તર વધારવામાં આવ્યું, તે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને પાણી ભરાવા અંગે ગોળગોળ જવાબો આપ્યા હતા. હવામાન વિભાગ અને AMCની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Videoદેશભરમાં ચકચાર જગાવનારા, કુખ્યાત નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચા વેચવાનું કામ કરી રહ્યો હતો. તેનો મૃતદેહ ચાની દુકાનની અંદર દોરડા વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેના પરિવારજનોને (જેઓ અલ્મોડાના રહેવાસી છે) જાણ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હરિદ્વારના ભુપતવાલા વિસ્તારમાં આવેલા એક મંદિરની સામે તે ફાંસીના ફંદા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
એવું જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાઓથી હરિદ્વારમાં રહેતો હતો. તે મૂળ અલમોડા જિલ્લાના ભિકિયાસૈન વિસ્તારના મંગરુખાલ ગામનો વતની હતો. આજે સવારે, હરિદ્વાર સિટી કોતવાલીના અધિકારક્ષેત્ર હેઠળ આવતી સપ્ત ઋષિ પોલીસ ચોકીને માહિતી મળી હતી કે સુરેન્દ્ર કોલીએ સપ્ત સરોવર રોડ પર લાલમાતા મંદિરની સામે આવેલા એક ચાના સ્ટોલ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
આત્મહત્યાનું કારણ?પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલી વિગતો અનુસાર પોલીસ આત્મહત્યા પાછળ પારિવારિક ક્લેષ હોવાનું જણાવે છે. જો કે હાલ આ ઘટના પાછળનું વાસ્તવિક કારણો જાણવા માટે પોલીસે તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કૌટુંબિક ક્લેષ હોવાનું જણાઈ રહ્યુ છે. સુરેન્દ્ર કોલી દેશભરમાં ચકચાર જગાવનારા નિઠારી કાંડનો મુખ્ય આરોપી હતી અને કોર્ટે તેને આ મામલે દોષિત પણ ઠેરવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશથી વર્ષ 2025માં કરાયો હતો મુક્ત11 નવેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યો, જેને નિઠારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નિઠારી હત્યા અને બળાત્કારનો કેસ 2006માં પ્રકાશમાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે શરૂઆતમાં આ મામલે સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી હતી; જોકે, 2015માં કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી.
નિઠારી કાંડ શું હતો?નોઈડા સિરિયલ મર્ડર (નિઠારી કાંડ) ડિસેમ્બર 2005માં સામે આવ્યો હતો જ્યારે નોઈડા (ઉત્તરપ્રદેશ)ના નિઠારી ગામ પાસે સેક્ટર 31, નોઈડામાં વ્યવસાયી મોનિન્દર સિંહ પંઢેપની કોઠી પાસેથી સેંકડોની સંખ્યામાં બાળકો અને મહિલાઓના કંકાલ મળી આવ્યા હતા. મોનિન્દર સિંહ ને બે કેસમાં દોષી સાબિત થયો હતો અન તેનો નોકર સુરેન્દ્ર કોલી, જેણે તેની મદદગારી કરી હતી, તેની સામે 5 કેસમાં 16 માંથી 10 માં દોષી સાબિત થયો હતો. શરૂઆતમાં અલાહાબાદ હાઈકોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી, જેને બાદમાં આજીવન કેદમાં બદલવામાં આવી હતી.
વર્ષ 2005-06 દરમિયાન નિઠારી વિસ્તારમાં બાળકો અને મહિલાઓના ગુમ થવાની ઘટનાઓએ પોલીસ માટે ગંભીર ચિંતા ઊભી કરી હતી. આ વારંવાર બનતી ઘટનાઓની તપાસ દરમિયાન, ૨29 ડિસેમ્બર 2006ના રોજ પોલીસ ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પાંધેરના સેક્ટર-31સ્થિત નિવાસસ્થાને (મકાન નંબર D-5) પહોંચી હતી. ઘરની પાછળ આવેલી ગટર અને આસપાસના વિસ્તારની તપાસ દરમિયાન માનવ ખોપરીઓ, હાડકાં, કપડાં અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
આ વસ્તુઓ મળી આવ્યા બાદ, મોનિન્દર સિંહ પાંધેર અને તેમના ઘરે કામ કરતા સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, જાન્યુઆરી 2007માં આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પોલીસે ગુમ થવાની ઘટનાઓ અને ગુનાઓ અંગે કુલ 19 અલગ-અલગ FIR નોંધી હતી; જેમાંથી ૧૬ કેસોમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, સુરેન્દ્ર કોલી સામે હત્યા, બળાત્કાર, અપહરણ અને પુરાવાનો નાશ કરવા જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા.
દુનિયાનો એક એવો દેશ જ્યા મહિલાઓ છોડો માદા જાનવરોના પ્રવેશ પર પણ છે પ્રતિબંધ– 10મી સદીમાં જીવે છે આ દેશના લોકોજેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વૂડે જણાવ્યું કે, જો અમેરિકી બોન્ડ માર્કેટ પર દબાણ ખૂબ જ વધે છે અને અમેરિકાને પોતાની ટ્રેઝરી યીલ્ડને બળજબરીથી નીચે રાખવી પડે છે, તો ડોલર નબળો પડી શકે છે. આવી સ્થિતિ 'સોના' માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થશે. વૂડે જણાવ્યું હતું કે, આવા માહોલમાં સોનાનો ભાવ 10,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આવું થયું તો તેનાથી ભારતીય પરિવારની બેલેન્સ શીટ મોટાપાયે મજબૂત થઈ જશે.
અત્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 4,366.80 ડોલર પ્રતિ ઔંસ છે. એક અમેરિકી ડોલરની કિંમત ₹96 માનીને તેની ગણતરી કરીએ તો, ઈન્ટરનેશનલ ભાવ અનુસાર સોનાની કિંમત લગભગ ₹1.35 લાખ પ્રતિ 10 ગ્રામ થાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે, એક ટ્રોય ઔંસમાં લગભગ 31.10 ગ્રામ સોનું હોય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો વેપાર ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હિસાબે થાય છે. હવે જો સોનું 10,000 ડોલર પ્રતિ ઔંસ પહોંચે છે અને ડોલરનો ભાવ ₹96 જ રહે છે, તો હિસાબ કંઈક આવો બનશે. 10,000 ડોલરને ₹96 થી ગુણાકાર કરવા પર એક ઔંસ સોનાની કિંમત ₹9,60,000 થશે. તેને 31.10 ગ્રામથી ભાગવાથી એક ગ્રામ સોનાનો ભાવ લગભગ ₹30,865 બનશે. આ હિસાબે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ ₹3,08,650 થઈ જશે. ટૂંકમાં, સીધા ઈન્ટરનેશનલ કન્વર્ઝન મુજબ ભારતમાં 10 ગ્રામ સોનું ₹3 લાખને પાર પહોંચી શકે છે.
જો કે, આ માત્ર બેસિક કન્વર્ઝન છે. ભારતમાં અસલી રીટેલ પ્રાઇસ આનાથી વધુ હોઈ શકે છે, કારણ કે તેમાં ઈમ્પોર્ટ ડ્યુટી, જીએસટી, ડીલર માર્જિન અને બીજા ચાર્જ પણ ઉમેરાય છે. જ્વેલરી ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી આપવો પડે છે. અત્યારે 4,366.80 ડોલર પ્રતિ ઔંસના ભાવ અને ₹96 ના ડોલર રેટ પર 10 ગ્રામ સોનાની બેસિક કિંમત લગભગ ₹1,34,780 થાય છે. જો ઈન્ટરનેશનલ ગોલ્ડ 10,000 ડોલર પહોંચે છે તો આ જ કિંમત વધીને લગભગ ₹3,08,650 થઈ જશે.
આનો અર્થ એ કે, 10 ગ્રામ સોના પર લગભગ ₹1,73,870 નો વધારો થશે. ટકાવારીમાં જોઈએ તો, વર્તમાન ઈન્ટરનેશનલ ભાવની સરખામણીએ સોનામાં લગભગ 129 ટકાની તેજી બને છે. સરળ ભાષામાં કહીએ તો, જો આજે ઈન્ટરનેશનલ ભાવ મુજબ કોઈની પાસે લગભગ ₹1.35 લાખનું સોનું છે, તો ગોલ્ડના 10,000 ડોલર પહોંચવા પર તેની કિંમત લગભગ ₹3.09 લાખ થઈ શકે છે. આ ગણતરી ડોલરનો ભાવ ₹96 પર સ્થિર માનીને કરવામાં આવી છે. જો કોઈ પરિવાર પાસે 100 ગ્રામ સોનું છે તો તેની બેસિક કિંમત લગભગ ₹30.86 લાખ થઈ શકે છે. એક કિલો સોનાની કિંમત લગભગ ₹3.09 કરોડ સુધી પહોંચી જશે. જો કે, ડોલરની કિંમત બદલાવા પર ભારતમાં સોનાનો ભાવ પણ બદલાઈ જશે. જો રૂપિયો નબળો પડીને ₹100 પ્રતિ ડોલર થઈ જાય છે તો 10,000 ડોલર પ્રતિ ઔંસ પર 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ ₹3.22 લાખ થઈ શકે છે. જો રૂપિયો મજબૂત થાય છે, તો કિંમત થોડી ઓછી રહેશે.
ક્રિસ વૂડના નિવેદનમાં સૌથી મહત્વપૂર્ણ શબ્દ 'મોનેટાઈઝ' છે. એનો સીધો અર્થ એ નથી કે, દરેક પરિવાર પોતાનું 'સોનું' વેચી દેશે. આનો અર્થ એ છે કે, ઘરોમાં પહેલાથી રાખેલું સોનું અચાનક ખૂબ જ કિંમતી થઈ જશે અને પરિવારની કુલ સંપત્તિ વધી જશે. ભારતમાં 'સોનું' માત્ર રોકાણ નથી. આ લગ્ન, તહેવાર, પરંપરા, સુરક્ષા અને મુશ્કેલ સમય માટે બચાવીને રાખેલી સંપત્તિ પણ છે. ભારતીય પરિવારો પાસે મોટી માત્રામાં 'સોનું' જ્વેલરી, સિક્કા અને બિસ્કિટના રૂપમાં રાખેલું છે.
જો સોનાનો ભાવ ₹3 લાખ પ્રતિ 10 ગ્રામને પાર પહોંચે છે, તો જે પરિવારોએ વર્ષો પહેલા ઓછા ભાવે ગોલ્ડ ખરીદ્યું હતું, તેમની સંપત્તિની વેલ્યુ ગણી વધી શકે છે. એવામાં જરૂર પડે ત્યારે તેઓ તેને વેચી શકે છે અથવા તેના બદલે ગોલ્ડ લોન લઈ શકે છે. ધારો કે, કોઈ પરિવાર પાસે 200 ગ્રામ સોનું છે. 10,000 ડોલર વાળા અનુમાનમાં તેની બેસિક વેલ્યુ લગભગ ₹61.73 લાખ થઈ શકે છે. આ જ વધેલી વેલ્યુ પરિવારને ઘર ખરીદવા, બાળકોના ભણતર, બિઝનેસ શરૂ કરવા કે કોઈ ઈમરજન્સીમાં આર્થિક સહારો આપી શકે છે. આ જ અસરને વૂડ ભારતીય પરિવારોની બેલેન્સ શીટનું મોટાપાયે મોનેટાઈઝેશન ગણાવી રહ્યા છે.
ક્રિસ વૂડનું આખું અનુમાન અમેરિકી બોન્ડ માર્કેટ અને ડોલરની દિશા સાથે જોડાયેલું છે. તેમનું માનવું છે કે, અમેરિકી સરકારને વધતા દેવા અને ઊંચા વ્યાજ ખર્ચના કારણે ભવિષ્યમાં ટ્રેઝરી યીલ્ડને કંટ્રોલ કરવી પડી શકે છે. ટ્રેઝરી યીલ્ડનો અર્થ અમેરિકી સરકારી બોન્ડ પર મળતું રિટર્ન છે. અમેરિકા પોતાના ખર્ચ અને જૂના દેવાને ચલાવવા માટે બોન્ડ વેચીને પૈસા એકઠા કરે છે. જો રોકાણકારો વધુ રિટર્ન માંગે છે, તો સરકારનો વ્યાજ ખર્ચ વધી જાય છે.
વૂડના જણાવ્યા મુજબ, અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ માટે ફેડરલ ફંડ્સ રેટ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે તેને ટ્રાફિક લાઈટના ઉદાહરણથી સમજાવ્યું. તેમનું કહેવું છે કે, 10 વર્ષની યીલ્ડનું 4.5 ટકા પાર કરવું એ યલો વોર્નિંગ લાઈટ જેવું છે. જો આ મજબૂતીથી 5 ટકાની પાર નીકળે છે, તો તેને રેડ સિગ્નલ માનવામાં આવશે. ટૂંકમાં, શેરબજાર અને બીજી રિસ્કી એસેટ્સ પર મોટું દબાણ આવી શકે છે.
જો અમેરિકી સરકાર કે ફેડરલ રિઝર્વને બોન્ડ યીલ્ડ નીચે રાખવા માટે માર્કેટમાં હસ્તક્ષેપ કરવો પડે છે, તો સિસ્ટમમાં વધુ પૈસા આવી શકે છે. આનાથી ડોલર પર દબાણ વધવાની આશંકા રહેશે. ડોલર નબળો થાય છે, તો ગોલ્ડને સામાન્ય રીતે ફાયદો મળે છે. એનું કારણ એ છે કે, સોનાની ઈન્ટરનેશનલ કિંમત ડોલરમાં નક્કી થાય છે. નબળો ડોલર બીજા દેશોના ખરીદદારો માટે સોનાને વધુ આકર્ષક બનાવી શકે છે. સાથે જ જ્યારે સરકારો વધુ પૈસા છાપે છે અથવા વ્યાજદરોને બળજબરીથી ઓછા રાખે છે, તો રોકાણકારો કરન્સીની વેલ્યુ ઘટવાના ડરથી ગોલ્ડ ખરીદે છે.
રોકાણકારોએ અહીં એક જરૂરી વાત સમજવી જોઈએ. 10,000 ડોલરને કોઈ નક્કી તારીખ વાળો પાક્કો પ્રાઈસ ટાર્ગેટ માનવો જોઈએ નહીં. ક્રિસ વૂડે તેને એ સ્થિતિમાં શક્ય બતાવ્યો છે, જ્યારે અમેરિકાને ટ્રેઝરી યીલ્ડ દબાવવી પડે અને ડોલર લાંબા સમય માટે નબળો થવા લાગે. આ એક ખાસ આર્થિક પરિસ્થિતિ પર આધારિત અનુમાન છે. હવે એ કહેવું યોગ્ય નહીં રહે કે, સોનું કોઈ નક્કી મહિના અથવા તો આવતા વર્ષમાં ચોક્કસપણે 10,000 ડોલર પહોંચી જ જશે. ગોલ્ડની ચાલ અમેરિકી વ્યાજદર, બોન્ડ યીલ્ડ, ડોલર ઈન્ડેક્સ, સેન્ટ્રલ બેંકોની ખરીદી, મોંઘવારી, જીઓ-પોલિટિકલ તણાવ અને રોકાણકારોની માંગ પર નિર્ભર કરશે. વૂડનું માનવું છે કે, અમેરિકા જો ટ્રેઝરી યીલ્ડને કંટ્રોલ કરે છે તો ડોલર લાંબા સમય સુધી નબળો રહી શકે છે. તેમના મુજબ, આવો માહોલ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટીઝ અને ગોલ્ડ બંને માટે શાનદાર થઈ શકે છે.
ભારત જેવા ઈમર્જિંગ માર્કેટમાં વિદેશી પૈસા પાછા ફરી શકે છે. ડોલર નબળો પડવા પર ગ્લોબલ રોકાણકારો અમેરિકાથી બહાર વધુ રિટર્ન આપતા બજાર તરફ પૈસા રોકી શકે છે. જો કે, ભારતમાં સોનાનો ભાવ માત્ર ઈન્ટરનેશનલ ગોલ્ડથી નક્કી નથી થતો. ડોલર સામે રૂપિયાની ચાલ પણ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. જો ઈન્ટરનેશનલ ગોલ્ડ ચઢે પણ રૂપિયો મજબૂત થઈ જાય, તો ઘરેલું કિંમતમાં તેજી થોડી ઓછી રહી શકે છે. જો ગોલ્ડ અને ડોલર બંને રૂપિયા સામે મજબૂત થાય છે, તો ભારતમાં સોનાની કિંમત વધુ ઝડપથી વધી શકે છે.
સોનાનું 10,000 ડોલર સુધી પહોંચવું ગોલ્ડ ધરાવતા પરિવારો માટે મોટો વેલ્થ ગેઇન હશે. આટલી મોટી તેજીનો અર્થ એ પણ હોઈ શકે છે કે, ગ્લોબલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં ગંભીર સમસ્યા ચાલી રહી છે. જો ટ્રેઝરી યીલ્ડ પર કંટ્રોલ લાવવાની પરિસ્થિતિ સર્જાય છે, તો તેની પાછળ અમેરિકી દેવું, બોન્ડ માર્કેટનું દબાણ, નબળો ડોલર કે રોકાણકારોના ભરોસામાં કમી જેવા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં શેરબજાર, કરન્સી અને બોન્ડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
આથી, ₹3 લાખ પ્રતિ 10 ગ્રામનો આંકડો સાંભળવામાં જેટલો આકર્ષક લાગે છે, તેની પાછળનો આર્થિક માહોલ એટલો જ પડકારજનક હોઈ શકે છે. રોકાણકારો માટે તેનો સીધો સંદેશ એ છે કે, ગોલ્ડને ઝડપથી અમીર બનાવતી વસ્તુને બદલે પોર્ટફોલિયોના સુરક્ષા કવચ તરીકે જોવું જોઈએ. કોઈ એક અનુમાનને જોઈને પૂરા પૈસા સોનામાં લગાવી દેવા યોગ્ય રણનીતિ નહીં ગણાય. ખરીદી તબક્કાવાર કરવી અને ગોલ્ડનો હિસ્સો પોતાના પૂરા રોકાણ મુજબ નક્કી કરવો વધુ સમજદારીભર્યું હોઈ શકે છે.
વૂડનું કહેવું છે કે, જો અમેરિકા પોતાના વધતા દેવા અને બોન્ડ યીલ્ડના દબાણને સંભાળવા માટે બજારમાં હસ્તક્ષેપ કરે છે, તો ડોલર નબળો પડી શકે છે. નબળો ડોલર અને ફાઇનાન્શિયલ સિસ્ટમને લઈને વધતી ચિંતા ગોલ્ડને 10,000 ડોલર સુધી લઈ જઈ શકે છે. જો ડોલર ₹96 રહે છે, તો તેનો સીધો અર્થ ભારતમાં લગભગ ₹3.09 લાખ પ્રતિ 10 ગ્રામનો બેસિક ગોલ્ડ પ્રાઈસ હશે. ટેક્સ અને બીજા ચાર્જ ઉમેરવા પર બજાર ભાવ આનાથી વધુ પણ હોઈ શકે છે. ભારતના કરોડો પરિવારો પાસે પહેલાથી સોનું છે. તેથી, આટલી મોટી તેજી તેમની કાગળ પરની સંપત્તિને ગણી વધારી શકે છે. આ જ કારણ છે કે, ક્રિસ વૂડ તેને ભારતીય પરિવારોની બેલેન્સ શીટના મોટા મોનેટાઈઝેશન તરીકે જોઈ રહ્યા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો. Breaking News: સોના-ચાંદીની ખરીદી પર 2 મોટા નિયમો બદલાયા, તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?ટીવીની ફેમસ અભિનેત્રી યુક્તિ કપૂરે 'કાસ્ટિંગ કાઉચ'નો સામનો કર્યો હોવાનો એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો છે. મેડમ સર, અગ્નિફેરા, કેહ દુ તુમ્હે, સિયા કે રામ જેવા અનેક શોનો હિસ્સો રહી ચૂકેલી યુક્તિએ આ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતા ઉજાગર કરી છે. 'ટેલીચક્કર' (TellyChakkar) સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે તે કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ આ સ્થાન સુધી પહોંચી છે. તેણે કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો હતો.
તેણે કહ્યું, "એકવાર, એક નિર્માતાએ મને મીટિંગ માટે બોલાવી. હું ખૂબ ખુશ હતી. પરંતુ જ્યારે હું તેમને મળી, ત્યારે મેં એક વિચિત્ર માંગણી સાંભળી." "તેમણે મને કહ્યું કે મારે તેમની સાથે પાર્ટી કરવી પડશે અને તેમની સિક્રેટ ગર્લફ્રેન્ડ બનવું પડશે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો."
"હું ત્યારે ખૂબ નાની હતી. હું એટલી ડરી ગઈ હતી કે મને લાગ્યું કે મારે ભાગી જવું જોઈએ. મને વિચાર આવતો હતો કે શું તેમણે દરવાજો બંધ તો નથી કરી દીધો ને કે પછી તેઓ મારી સાથે કંઈક ખોટું તો નથી કરવાનાને."
અભિનેત્રીએ કહ્યું "તે નિર્માતાએ પહેલાં પોતાની જાતને જોવી જોઈતી હતી; તેઓ મારા કરતા ઘણા મોટા હતા. તેમની સરખામણીમાં હું તો સાવ નાની હતી — તે સમયે હું 22 કે 23 વર્ષની હતી. થોડી તો શરમ રાખવી જોઈએ; આવું કરવું કેટલું ઘૃણાસ્પદ છે."
અન્ય એક કિસ્સો જણાવતા, યુક્તિએ એક એડ માટેના ઓડિશનનો ઉલ્લેખ કર્યો. ત્યાં એક વ્યક્તિ હતો; મારા ઓડિશન પછી, તેણે મને એક કોન્ટ્રાક્ટ પકડાવ્યો. "તેણે દાવો કર્યો કે શાહરૂખ, સલમાન ખાન અને સૈફ અલી ખાન બધા તેમાં સામેલ હતા. મેં તેની વાત માની લીધી. બીજા દિવસે, તેણે ફોન કરીને કહ્યું કે મારે દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતાઓ સાથે સૂવું પડશે."
"હું ચોંકી ગઈ. તેણે કહ્યું કે અભિનેતાની હાજરી પછીથી નક્કી થશે, પરંતુ દિગ્દર્શક અને નિર્માતા સાથે સૂવું ફરજિયાત હતું. બાદમાં મને ખબર પડી કે તે કાસ્ટિંગ ડિરેક્ટર હતો જ નહીં." નીમ કરોલી બાબા અને હનુમાનજીએ મને બચાવી લીધી. જ્યારે હું નીચે ગઈ, ત્યારે એક છોકરીએ મને કહ્યું કે તે વ્યક્તિ ફ્રોડ હતો. ભલે તમે તેની સાથે સૂઈ જાઓ, તો પણ તમને નોકરી મળવાની નહોતી."
યુક્તિ કપૂરે યુવતીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે જેથી તેઓ આ જાળમાં ન ફસાય, અને નકલી કાસ્ટિંગ ડિરેક્ટરોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કારણ કે કાસ્ટિંગના નામે ઘણી છેતરપિંડી થઈ રહી છે.
Breaking News : હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની કાર પર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોબનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ડીસા, પાલનપુર સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.
ડીસા-રાણપુર રોડ પર આવેલી પિંક સિટી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને તેના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.
કિડ્સ સ્કૂલની બહાર પાણીડીસાના જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલની બહાર પણ પાણી ભરાયું હતું. શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી હતી. સ્થાનિકો અને શાળા સંચાલકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
પાલનપુરમાં વરસાદથી પાણી ભરાયુંબનાસકાંઠાના ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડ વિસ્તારમાં પણ વરસાદના અહેવાલો સામે આવ્યા છે. પાલનપુરમાં વરસાદથી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું હતું. જાહેર રસ્તા પર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા.
વાહનચાલકોને મુશ્કેલીપાલનપુરમાં આશરે 3 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. બે મહિના અગાઉ આશરે સવા કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજમાં શેડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે વરસાદ બાદ પાણી ભરાતા આ ખર્ચ અંગે સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્ર સામે વરસાદી પાણીના યોગ્ય નિકાલનો પડકાર ઊભો કર્યો છે.
આ પણ વાંચો, Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VideoIND vs JPN Women, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026ના કવાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ક્રિકેટ ટીમને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. આ મેચમાં જાપાનની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટોસ જીતી પહેલા ફીલ્ડિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની સામે જાપાનના બેટ્સમેન હાંફી ગયા હતા. ત્યારે ભારતીય મહિલા ટીમે આ ટાર્ગેટને સરળતાથી પૂર્ણ કર્યો હતો.ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026 માં BCCI ની જર્સી પહેરી ન હતી, જેનાથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ પાછળ એક કારણ છે. જાણો
શ્રી ચરણીએ ધમાલ મચાવીશાનદાર ફોર્મમાં ચાલી રહેલી સ્પિનર શ્રી ચરણીએ પોતાના ટી20 કરિયરમાં બેસ્ટ પ્રદર્શન કર્યું છે. 10 રન આપી 4 વિકેટ લીધી હતી. ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. આ વાતનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે, જાપાનની ટીમ પોતાની આખી ટીમ માત્ર 3 બાઉન્ડ્રી ફટકારી શકી હતી. આ દરમિયાન જાપાનની ટીમ શરુઆતથી રન બનાવવામાં ઝઝુમતી હતી. પાવરપ્લેની શરુઆતની 6 ઓરમાં જાપાનની મહિલા ટીમ માત્ર 24 રન બનાવી શકી હતી. જેમાં 2 ચોગ્ગા આવ્યા હતા.7મી ઓવરમાં ચરણીએ 2 બોલ પર બે વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ પણ 13 રન આપી 2 વિકેટ લીધી હતી. બંને ખેલાડીઓ રન આઉટ થઈ પેવેલિયન પરત ફરી હતી.
શેફાલી વર્માએ તોફાની ઈનિગ્સ રમીઆ ટાર્ગેટના જવાબમાં શેફાલી વર્માએ ભારતની ફાસ્ટ શરુઆત અપાવી હતી. શેફાલી વર્મા અને રિચા ધોષ સાથે મળી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ દરમિયાન શેફાલી વર્મા 15 બોલમાં અણનમ 40 રનની વિસ્ફોટક ઈનિગ્સ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ હતી. તો રિચા ધોષે 6 બોલમાં 12 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. જેના કાણે ભારતને આ ટાર્ગેટને 5 ઓવર એટલે કે, 30 બોલમાં 2 વિકેટના નુકસાન પર પૂર્ણ કર્યો હતો.
બીસીસીઆઈની જર્સી ન પહેરવા પાછળનું કારણICC અથવા દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝમાં, ખેલાડીઓ સીધા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું પ્રતિનિધિત્વ કરે છે. એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડી એક જ ટીમ તરીકે સ્પર્ધા કરે છે. ક્રિકેટ ટીમ અલગથી ભાગ લેવાને બદલે સમગ્ર ભારતીય ટુકડીનો ભાગ છે. પરિણામે, બધા ભારતીય રમતવીરો ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે, આમ વ્યક્તિગત રમતગમત સંઘોની માન્યતા કરતાં રાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનને પ્રાથમિકતા આપવામાં આવે છે.
Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો અહી ક્લિક કરો
ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરમાં ધોધમાર વરસાદકલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું. આ ઉપરાંત સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.
શહેરના મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ પાણી રસ્તા પર ફરી વળતાં રોડ-રસ્તા બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
પાણી નિકાલની કામગીરી સામે સવાલસ્થાનિકોમાં ચર્ચા છે કે, વરસાદ પહેલાં ડ્રેનેજની યોગ્ય સફાઈ અને પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. વારંવાર પાણી ભરાતા ડ્રેનેજ સફાઈ અને રોડ-રસ્તાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અણઘડ અને પૂરતા આયોજન વિના કરવામાં આવેલા વિકાસ કામોને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. વરસાદ પડતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
ગટર અને પાણીનો પ્રશ્ન યથાવતકલોલમાં ગટર અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. કલોલ નગરપાલિકામાં 25 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
હવે વરસાદી સિઝનમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકો દ્વારા પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજની નિયમિત સફાઈ અને વરસાદી પાણી માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરવામાં આવી રહી છે.
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોજાપાનના નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગેમ્સ વિલેજ તરીકે ઉપયોગમાં લેવાતા ક્રુઝ શિપ પર તેમના રોકાણ દરમિયાન, સ્થાનિક આયોજકોએ શિષ્ટાચાર અને નિયમોનો ભંગ કરીને જિમ્નેસ્ટિક્સ કોચ અશોક મિશ્રા અને ભારતીય સ્ટાર મહિલા જિમ્નાસ્ટ પ્રણતિ નાયકને એક જ રૂમ ફાળવ્યો હતો. જોકે, પરિસ્થિતિ વધુ વણસી રહી જોઈને, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધિકારીઓએ મધ્યરાત્રિએ કાર્યવાહી કરી.
એશિયન ગેમ્સ વચ્ચે મોટી ધમાલભારતીય સ્ટાર મહિલા જિમ્નાસ્ટિક પ્રણિત નાયક અને જિમ્નાસ્ટિક કોચ અશોક મિશ્રા અંદાજે 30 કલાકથી વધારેની હવાઈ મુસાફરી કર્યા બાદ અડધી રાતે નાગોયા પહોંચ્યા હતા. પરંતુ તેના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે એક અજીબોગરીબ ઘટના બની હતી. ત્યારબાદ બંનેએ વિરોધ કર્યો અને અલગ રુમની માંગ કરી હતી. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંધે અડધી રાતે આ સમગ્ર મામલાને ઢાળે પાડ્યો હતો. બંનેને અલગ અલગ રુમમાં શિફ્ટ કર્યા હતા.
મોડી રાત સુધી કોચ બેઠા રહ્યાઆ ઘટનાની સાથે એક વધુ ધમાલ જોવા મળી હતી. જ્યારે કોચ અશોક મિશ્રા ક્રૂઝ શઇપની એન્ટ્રી પર પહોચ્યા ત્યાં રહેલા લિસ્ટમાં તેનું નામ ન હતુ. તેને અંદર આવવાની ના પાડી હતી. પરંતુ સાચો ખેલ રિસ્પેશન પર શરુ થયો હતો. અંદર રહેલા રજિસ્ટરમાં તેનું નામ ચેક કરવામાં આવ્યું તો. કર્મચારીઓએ કહ્યું તેનું નામ લિસ્ટમાં નથી. રજિસ્ટર્ડ પણ નથી. થાકેલા કોચ મોડી રાત 1થી 2 કલાકની વચ્ચે 45 મિનિટ સુધી બહાર બેસવા માટે મજબુર બન્યા હતા.
ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે, રજિસ્ટરમાં તેના નામનો સ્પેલિંગ MISHRA’ નો ‘I’ ગાયબ હતો. તેનું નામ‘MSHRA’ નોંધાયેલું હતુ. જેના કારણે સિસ્ટમમાં તેનું નામ શોધવું અધરું હતુ. ત્યારબાદ આઈઓએના અધિકારીઓએ નાગોયામાં સ્થાનીક આયોજન સમિતિ સાથે વાતચીત કરી અને અંદાજે 1:30 થી 2:00 કલાલ સમગ્ર મામલો શાંત થયો હતો. ત્યારબાદ જિમ્નાસ્ટિક પ્રણિત નાયકને અલગથી રુમ આપવામાં આવ્યો હતો. જિમ્નાસ્ટિક કોચ અશોક મિશ્રાને વેટલિફ્ટિંગના હેડ કોચ વિજય શર્માની સાથે રુમ શેર કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
Breaking News : એશિયન ગેમ્સમાં ગુજરાતનો દબદબો, 9 ખેલાડીઓ કરશે દેશનું પ્રતિનિધિત્વ અહી ક્લિક કરોઅમદાવાદ શહેરમાં આજે સવારના 7.30 કલાકે શરૂ થયેલા તોફાની વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત બે કલાક સુધી રહેલા વરસાદથી સમગ્ર અમદાવાદના રાજમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા, વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીઆરટીએસની સેવા પણ પ્રભાવિત થઈ હતી. કેટલાક રૂટ પરની બીઆરટીએસ બસ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. અમદાવાદ શહેરમાં ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે, વહીવટીતંત્રે વાસણા બેરેજના 14 દરવાજાઓને ખોલવાની ફરજ પડી હતી. જો કે, 9.30 પછી વરસાદ ધીમો પડતા ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ હતી. જો કે, સવારના 11 વાગ્યા સુધીમાં શહેર આશરે 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદની માત્રા શહેરના અન્ય ઝોનની સરખામણીએ ઘણી ઓછી રહેવા પામી હતી.
પૂર્વ અમદાવાદમાં વરસ્યો 42 મી.મી. વરસાદ, સૌથી વઘુ વિરાટનગરમાં 46 મી.મી નોંધાયોઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિરાટનગર ખાતે વરસાદ નોંધાયો છે. ચકુડિયા ખાતે 45, ઓઢવમાં 41, વિરાટનગરમાં 46, નિકોલમાં 40, રામોલમાં 23, કઠવાડામાં 24, વસ્ત્રાલમાં 39 મીલીમિટર વરસાદ વરસ્યો છે.
પશ્ચિમ અમદાવાદમાં 68 મી.મી. વરસાદ નોંધાયો, સૌથી વધુ નવરંગપુરમાં 90 મી.મી.પશ્ચિમ અમદાવાદમાં સવારના 9 વાગ્યા સુધીમાં 68 મી.મિ. વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવરંગપુરામાં નોંધાયો છે. ટાગોર હોલ ખાતે 70, ઉસ્માનપુરા ખાતે 61, ચાંદખેડા ખાતે 52, વાસણા ખાતે 82, રાણીપ ખાતે 64, નવરંગપુરા 90 અને મોટેરા ખાતે 55 મીલિમીટર વરસાદ નોંધાયો છે.
ઉત્તર પશ્ચિમ વોર્ડમાં 62 મી.મી. વરસાદ, સૌથી વધુ મેમનગરમાંઉત્તર પશ્ચિમ વોર્ડમાં સવારના 9 વાગ્યા સુધીમાં 62 મી.મી વરસાદ નોંધાયો છે. જેમાં બોડકદેવમાં 61, સાયન્સ સિટીમાં 47, ગોતામાં 69, ચાંદલોડિયામાં 68, થલતેજમાં 54, ઓગણજમાં 63 અને મેમનગરમાં 71 મી.મી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ પશ્ચિમ વોર્ડમાં 68 મી.મી. વરસાદસવારના 9 વાગ્યા સુધીમાં દક્ષિણ પશ્ચિમ વોર્ડમાં સરેરાશ 68 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સરખેજમા 82 મી.મી. જોધપુરમાં 58 મી.મી. જોધપુર ઝોનલ ખાતે 49 મી.મી. બોપલમાં 57 મી.મી. મકતમપુરમાં 32 મી.મી. સરખેજ અર્બન હેલ્થ કચેરી ખાતે 116 મી.મી. વરસાદ નોંધાયો છે. બાકરોલમાં 82 મી.મી. વરસાદ નોંધાયો છે.
સવારના 9 વાગ્યા સુધીમાં મધ્ય ઝોનમાં સરેરાશ 60 મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં દાણાપીઠા ખાતે 36, દુધેશ્વર ખાતે 65, કાલુપુર ખાતે 76 અને અસારવા ખાતે 65 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉત્તર ઝોનમાં 36 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં મેમકો ખાતે 48, નરોડા ખાતે 38, કોતરપુર ખાતે 17, સરદારનગર ખાતે 47 અને હંસપુરા ખાતે 31 મી.મી. વરસાદ નોંધાયો છે. દક્ષિણ ઝોનમાં 47 મી.મી. વરસાદ નોંધાયો છે. મણીનગરમાં 45, વટવામાં 38, ઈન્દ્રપુરીમાં 49, લાંભામાં 57 મી.મી. વરસાદ નોંધાયો છે.
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાવિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ મેળવવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો હેઠળ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવતા પ્રમાણભૂત 36-પેજના પાસપોર્ટની માન્યતા હવે પાંચ વર્ષની રહેશે અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આ બેમાંથી જે પણ વહેલું હોય ત્યાં સુધી રહેશે.
વિદેશ મંત્રાલયે 15 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર ગેઝેટમાં ‘પાસપોર્ટ સુધારણા નિયમો 2026’ (Passport Amendment Rules 2026) પ્રકાશિત કર્યા હતા. જાહેરનામું બહાર પડતાની સાથે જ આ નિયમો અમલમાં આવ્યા હતા. નવા નિયમોમાં પાસપોર્ટ ફી અને બાળકોના પાસપોર્ટની માન્યતાના સમયગાળા અંગે ફેરફારો કરવામાં આવ્યા છે.
બાળકોના પાસપોર્ટ માટે શું બદલાયું છે?નવા નિયમ મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને આપવામાં આવેલ પ્રમાણભૂત 36-પેજનો પાસપોર્ટ જાહેર થયાની તારીખથી પાંચ વર્ષ માટે માન્ય રહેશે. જો કે, જો આ સમયગાળો પૂરો થાય તે પહેલાં બાળક 18 વર્ષનું થઈ જાય, તો તે સમયે પાસપોર્ટની માન્યતા સમાપ્ત થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો, પાંચ વર્ષનો સમયગાળો પૂરો થાય તે પહેલાં પણ, બાળક 18 વર્ષનું થતાં જ તેનો પાસપોર્ટ સમાપ્ત થઈ શકે છે.
પાસપોર્ટ ફીમાં પણ વધારો થયો છેવિદેશ મંત્રાલયે પાસપોર્ટ સંબંધિત વિવિધ સેવાઓ માટેની ફીમાં પણ વધારો કર્યો છે. નવી ફી 1 જુલાઈથી અમલમાં આવી છે. આ સેવાઓમાં નવા પાસપોર્ટ માટે અરજી કરવી, પાસપોર્ટનું નવીનીકરણ (રિન્યુઅલ), ‘તત્કાલ’ (ઝડપી) સેવા, ખોવાઈ જવા કે નુકસાન થવાને કારણે રિપ્લેસમેન્ટ પાસપોર્ટ મેળવવો અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) મેળવવાનો સમાવેશ થાય છે.
પુખ્ત વયના લોકો માટે, પ્રમાણભૂત 36-પેજના પાસપોર્ટની ફી હવે ₹2,500 છે; અગાઉ તે ₹1,500 હતી. તે જ સમયે, 60-પેજના પાસપોર્ટની ફી ₹2,000 થી વધીને ₹3,500 થઈ ગઈ છે.
તત્કાલ પાસપોર્ટ કેટલો મોંઘો થયો છે?36-પેજના તત્કાલ પાસપોર્ટની કિંમત હવે ₹5,000 થશે; અગાઉ આ ફી ₹3,500 હતી. તેવી જ રીતે, 60-પેજના તત્કાલ પાસપોર્ટની ફી ₹4,000 થી વધીને ₹6,000 થઈ ગઈ છે. પાસપોર્ટ ખોવાઈ જવા અથવા નુકસાન થવાના કિસ્સામાં ‘તત્કાલ’ (ઝડપી) યોજના હેઠળ નવો 60-પાનાનો પાસપોર્ટ મેળવવાની ફી હવે ₹8,500 રહેશે; અગાઉ આ ખર્ચ ₹5,500 હતો.
બાળકો માટે નવી ફીસગીરો માટે નવા અથવા ફરીથી જારી કરાયેલા 36-પાનાના પ્રમાણભૂત પાસપોર્ટની ફી હવે ₹1,750 છે, જે અગાઉ ₹1,000 હતી. ‘તત્કાલ’ સેવા હેઠળ આ જ પાસપોર્ટ માટે ફી ₹3,000 રહેશે. આ ઉપરાંત, 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની નવી પાસપોર્ટ અરજીઓ પર 10% છૂટ મળવાનું ચાલુ રહેશે. જોકે, પાસપોર્ટ ફરીથી જારી કરવાના કિસ્સામાં આ છૂટ મળશે નહીં. નવા ફેરફારો હેઠળ, પાસપોર્ટની વિવિધ સેવાઓ માટેની ફી હવે ‘પાસપોર્ટ નિયમો, 1980’ અંતર્ગત અપડેટ કરાયેલ ફીના માળખા મુજબ નક્કી કરવામાં આવશે.
Gold-Silver Rate Today: ગોલ્ડ માર્કેટમાં આજે હલચલ ! ઘટી ગયો સોના-ચાંદીનો ભાવ, જાણો લેટેસ્ટ કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોભારતમાં જન્મેલા દરેક વ્યક્તિને આપમેળે ભારતીય નાગરિકતા મળી જાય છે એવું હવે નથી. સમય સાથે નાગરિકતાના કાયદામાં અનેક ફેરફારો થયા છે. ખાસ કરીને ભારતમાં જન્મના આધારે નાગરિકતા મેળવવાના નિયમો વર્ષોથી બદલાતા રહ્યા છે. એક જ દિલ્હીની હોસ્પિટલમાં અલગ-અલગ દાયકામાં જન્મેલા ત્રણ બાળકો માટે નાગરિકતા મેળવવાના નિયમો પણ અલગ હોઈ શકે છે.
1970માં જન્મેલા બાળક માટે શું નિયમ હતો?1970ના સમયગાળામાં ભારતમાં જન્મેલા બાળક માટે નાગરિકતાના નિયમો આજની સરખામણીમાં વધુ સરળ હતા. તે સમયે ભારતમાં જન્મ લેવો ભારતીય નાગરિકતા મેળવવા માટે મુખ્ય આધાર હતો. એટલે કે માતા-પિતાની નાગરિકતા કે તેમની સ્થિતિ કરતાં ભારતમાં જન્મ થયો હોવો વધુ મહત્વનો હતો.
1995માં નિયમોમાં આવ્યો ફેરફારસમય જતાં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો. 1995માં ભારતમાં જન્મેલા બાળકને નાગરિકતા મેળવવા માટે માતા-પિતાની નાગરિકતા પણ મહત્વપૂર્ણ બની. આ સમયગાળામાં ઓછામાં ઓછા એક માતા અથવા પિતા ભારતીય નાગરિક હોય તેવી શરત લાગુ થઈ.
2010માં નિયમો વધુ કડક બન્યા2010માં જન્મેલા બાળક માટે નાગરિકતાના નિયમો વધુ કડક છે. કાયદા મુજબ, બાળકના જન્મ સમયે બંને માતા-પિતા ભારતીય નાગરિક હોવા જોઈએ અથવા એક માતા-પિતા ભારતીય નાગરિક હોય અને બીજો વ્યક્તિ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો ન હોય તે જરૂરી છે.
ભારતીય નાગરિકતાનો આધાર ક્યાંથી આવે છે?ભારતીય નાગરિકતાનો મૂળ આધાર બંધારણના આર્ટિકલ 5થી 11માં જોવા મળે છે. આ જોગવાઈઓ 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારતીય નાગરિક કોણ ગણાશે તે નક્કી કરવા માટે બનાવવામાં આવી હતી.
આઝાદી અને વિભાજન બાદ લાખો લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થળાંતર કરી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં શરૂઆતના નાગરિકતાના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. બંધારણના આર્ટિકલ 11 હેઠળ સંસદને નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી હતી.
આ સત્તાના આધારે સંસદે 1955માં Citizenship Act બનાવ્યો. ત્યારબાદ તેમાં 1986, 2003 અને 2019 સહિત અનેક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા.
ભારતીય નાગરિકતા મેળવવાના 5 રસ્તાભારતીય કાયદા મુજબ મુખ્યત્વે પાંચ રીતે નાગરિકતા મેળવી શકાય છે:
- જન્મથી નાગરિકતા
- વંશ અથવા માતા-પિતાના આધારે નાગરિકતા
- રજિસ્ટ્રેશન દ્વારા
- નેચરલાઇઝેશન દ્વારા
- ભારતમાં નવા પ્રદેશના સમાવેશ દ્વારા
સમય સાથે ખાસ કરીને જન્મના આધારે નાગરિકતા મેળવવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે.
ભારતમાં Dual Citizenship છે?ભારતમાં ડ્યુઅલ સિટિઝનશિપ એટલે કે બે દેશની નાગરિકતા રાખવાની જોગવાઈ નથી. જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારે છે, તો ભારતીય કાયદા મુજબ તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થાય છે.
આ કારણે OCI એટલે Overseas Citizen of India કાર્ડને ભારતીય નાગરિકતા સમજવી યોગ્ય નથી. OCI કાર્ડધારકોને ભારતમાં લાંબા સમય સુધી રહેવા માટે કેટલીક સુવિધાઓ અને અધિકારો મળે છે, પરંતુ તેઓ ભારતીય પાસપોર્ટ મેળવી શકતા નથી અને તેમને મતદાનનો અધિકાર પણ નથી.
CAA 2019થી શું બદલાયું?Citizenship Amendment Act (CAA), 2019 હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકોને નાગરિકતા મેળવવા માટે ઝડપી માર્ગની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે તેઓએ કાયદામાં નિર્ધારિત શરતો પૂરી કરવી જરૂરી છે અને 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હોવો જરૂરી છે.
CAA અંગે ભારતમાં લાંબા સમયથી રાજકીય અને કાનૂની ચર્ચા ચાલી રહી છે. સમર્થકોનું કહેવું છે કે આ કાયદો પડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરનારા લઘુમતીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ આપે છે. જ્યારે ટીકાકારોનું કહેવું છે કે નાગરિકતા માટે ધર્મને માપદંડ બનાવવો બંધારણની સમાનતાની જોગવાઈ સાથે અસંગત છે. આ મુદ્દે કાનૂની પડકારો પણ થયા છે.
નાગરિકતા માત્ર જન્મસ્થળથી નક્કી થતી નથીભારતીય નાગરિકતાના નિયમો સમય સાથે બદલાયા છે. શરૂઆતના વર્ષોમાં ભારતમાં જન્મને વધુ મહત્વ આપવામાં આવતું હતું, જ્યારે બાદમાં માતા-પિતાની નાગરિકતા અને ભારતમાં તેમની કાનૂની સ્થિતિ જેવા મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ બન્યા.
અર્થાત્, ભારતમાં જન્મ લેવો નાગરિકતા મેળવવાનો એક આધાર છે, પરંતુ વ્યક્તિ કયા વર્ષે જન્મી છે અને તે સમયે લાગુ કાયદો શું હતો તેના આધારે નિયમો અલગ હોઈ શકે છે. આથી પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અથવા નાગરિકતા સંબંધિત કોઈપણ પ્રક્રિયા કરતી વખતે લાગુ પડતા વર્તમાન કાયદા અને સત્તાવાર નિયમો તપાસવા મહત્વપૂર્ણ છે.
Gold-Silver Price On MCX : MCX પર સોના-ચાંદીમાં મોટો ખેલ ! એકસાથે થયો આટલો મોટો વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોમલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટ ઓપન થતાની સાથે જ સોનામાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે, જેના કારણે કિંમતો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ એનાલિસિસ (Open Interest Analysis) મુજબ હાલમાં બજારમાં 'LONG BUILDUP' નો સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં ખરીદી હજુ વધુ મજબૂત બની શકે છે.
આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સોનાનો ભાવ 153,525.00 પર પહોંચ્યો છે, જે ગઈકાલના બંધ ભાવથી 544.00 (0.36%) જેટલો વધારે છે. બજાર ખુલ્યા પછી સોનાએ 152,171.00 ની નીચી સપાટી (Low) અને 153,637.00 ની ઊંચી સપાટી (High) સ્પર્શ કરી હતી. માર્કેટમાં અગાઉનો ક્લોઝિંગ ભાવ 152,981.00 હતો અને વર્તમાન ઓપનિંગ 152,250.00 પર નોંધાયું હતું.
કોમોડિટી માર્કેટના એડવાન્સ ચાર્ટ અને ટેકનિકલ પેરામીટર્સ અનુસાર, આજના સેશનમાં કુલ ટ્રેડિંગ વોલ્યુમ 1,106.00 નોંધાયું છે, જ્યારે તેની વેલ્યુ 169,263.55 લાખ છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) હાલમાં 8,626.00 પર છે, જેમાં 188.00 (2.23%) નો ફેરફાર જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે લોંગ બિલ્ડઅપની આ સ્થિતિ સોનાના વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં તેજીના સંકેત આપી રહી છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના બાદ હવે ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક અને સ્થાનિક બજારના મજબૂત સેન્ટિમેન્ટ્સને કારણે સવારના સેશનથી જ ખરીદદારો ભારે એક્ટિવ દેખાઈ રહ્યા છે.
ઓપન ઇન્ટરેસ્ટ એનાલિસિસ (Open Interest Analysis) ના તાજા ડેટા અનુસાર બજારમાં અત્યારે 'LONG BUILDUP' નો મજબૂત ટ્રેન્ડ પ્રવર્તી રહ્યો છે, જે દર્શાવે છે કે રોકાણકારો આગામી સમયમાં ચાંદીમાં વધુ તેજીની અપેક્ષા રાખી રહ્યા છે.
આજના કારોબાર દરમિયાન ચાંદીનો ભાવ 240,199.00 ના સ્તર પર પહોંચી ગયો છે, જેમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીએ 1,994.00 (0.84%) નો મોટો વધારો નોંધાયો છે. માર્કેટ ઓપન થયા બાદ ચાંદીએ નીચલા સ્તરે 238,173.00 નો સપોર્ટ લીધો હતો અને ત્યાર બાદ શાનદાર રિકવરી કરીને 240,300.00 ની ઊંચી સપાટી (High) ને સ્પર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉનો ક્લોઝિંગ ભાવ 238,205.00 હતો અને આજે તે 238,478.00 પર ઓપન થઈ હતી.
આજના કારોબાર દરમિયાન ચાંદીનો ભાવ 240,199.00 ના સ્તર પર પહોંચી ગયો છે, જેમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીએ 1,994.00 (0.84%) નો મોટો વધારો નોંધાયો છે. માર્કેટ ઓપન થયા બાદ ચાંદીએ નીચલા સ્તરે 238,173.00 નો સપોર્ટ લીધો હતો અને ત્યાર બાદ શાનદાર રિકવરી કરીને 240,300.00 ની ઊંચી સપાટી (High) ને સ્પર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉનો ક્લોઝિંગ ભાવ 238,205.00 હતો અને આજે તે 238,478.00 પર ઓપન થઈ હતી.
Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોહરિયાણાના ફેમસ સિંગર દિલેર ખરકિયા ખુબ ફેમસ છે. ત્યારે આને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલેર ખરકિયાની કાર પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું છે. લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાતની જવાબદારી લીધી છે. પાર્કિંગમાં ઉભેલી દિલેર ખરકિયાની રેન્જ રોવરકાર પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઘટના દરમિયાન સિંગર ત્યાં હાજર ન હતા. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હજુ સુધી સિંગર તરફથી આ ઘટનાને લઈ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ લોરેન્સ ગેંગ સાથે સંબંધ રાખનાર અનિલ પંડિત અને હિમાંશુ સોનિપતે આની જવાબદારી લીધી છે.
હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની રેન્જ રોવર કાર પર ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. આની જવાબદારી સોશિયલ મીડિયા પર અનિલ પંડિત હિમાંશુ સોનીપત, હરમન સંધુ અને હરિ બોક્સરે લીધી છે. હિમાંશુએ કહ્યું કે, તેના મોટા ભાઈ અનિલ પંડિતે દિલેર ખરકિયાને અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ તે સમજવા માટે તૈયાર થતો ન હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકીરામરામ સારે ભાઈ ને હું હિમાંશુ સોનીપત લોરેન્સ બિશ્રોઈ ગેંગથી આજે જે દિલેર ખરકિયાની ગાડી પર ફાયરિંગ થયું છે. તેની જવાબદારી હું લવ છું. હું અને મારા મોટા ભાઈ અનિલ પંડિત, ભાઈ હરમન સંધુ અને ભાઈ રોહિત સોનીપત,મારા મોટા ભાઈ અનિલ પંડિતે આને ફોન કરીને સમજાવ્યો હતો પરંતુ તે કોઈ વાત સમજતો જ ન હતો. હજુ તો આ નાની ટ્રેલર દેખાડ્યું છે. હજુ તો ગોળી માત્ર કાર પર મારી છે. સમય આવતા સીધો થઈ જા બાકી હવે આ ગોળી સીધી તારા માથા પર મારીશ. અમારા ફોન કોલનો સમય પર જવાબ નથી આપી રહ્યો. સમય રહેતા લાઈન પર આી જા. લોરેન્સ ભાઈ અમારો મોટો ભાઈ છે. લોરેન્સ ભાઈના વિરુદ્ધ કોઈએ બોલવાની ધમકી આપી તો. તેને બોલવા લાયક છોડીશું નહી.
આ સ્ટાર્સને બિશ્નોઈ ગેંગ દ્વારા પણ ધમકીઓ આપવામાં આવીછેલ્લા કેટલાક વર્ષોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ વધુ એક્ટિવ બની છે અને તેણે બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓને ધમકીઓ આપી છે. આ ગેંગે સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારની જવાબદારી તો સ્વીકારી જ હતી, પરંતુ તેમને અનેક ધમકીભર્યા પત્રો પણ લખ્યા હતા. બિશ્નોઈ ગેંગે આમિર ખાન પર લવ જેહાદને પ્રોત્સાહન આપવા અને હિન્દુ સંસ્કૃતિ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવીને તેમને ધમકીઓ પણ આપી છે. શાહરૂખ ખાન, બી. પ્રાક, રણવીર સિંહ અને રોહિત શેટ્ટીને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ડોક્યુમેન્ટ્રી રિલીઝ પર પ્રતિબંધ, જુઓ બિશ્નોઈનો પરિવાર અહી ક્લિક કરો
Apple એ iPhone 18 Pro Max માં એક ફેરફાર કર્યો છે. સૌથી મોટો તફાવત અમેરિકન iPhone 18 Pro Max માં જોવા મળે છે. Apple ની ટેક્નિકલ માહિતી અનુસાર, iPhone 18 Pro Max માં C2 મોડેમનો ઉપયોગ વિશ્વના મોટાભાગના બજારોમાં કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકામાં વેચાતા Pro Max મોડલમાં C2 ની જગ્યાએ Qualcomm નું મોડેમ આપવામાં આવ્યું છે. (Image Source | PTI)
હજુ સુધી Apple એ અમેરિકન મોડલમાં Qualcomm ના કયા ચોક્કસ મોડેમનો ઉપયોગ કર્યો છે તે સ્પષ્ટ કર્યું નથી. જોકે, કેટલાક અહેવાલોમાં Qualcomm Snapdragon X85 ને સંભવિત વિકલ્પ તરીકે જણાવવામાં આવ્યો છે. એટલે કે અમેરિકા અને ભારતમાં વેચાતા iPhone 18 Pro Max ની અંદર નેટવર્ક સંબંધિત હાર્ડવેર અલગ હોઈ શકે છે. (Image Source | PTI)
આ ફેરફાર પાછળનું સત્તાવાર કારણ Apple એ જાહેર કર્યું નથી. એક સંભવિત કારણ તરીકે Qualcomm સાથેના જૂના સપ્લાય કરારને માનવામાં આવે છે. Qualcomm એ અગાઉ Apple ને 2026 સુધી સ્માર્ટફોન મોડેમ ઉપલબ્ધ કરાવવાની માહિતી આપી હતી. (Image Source | PTI)
Apple હવે ધીમે-ધીમે પોતાના C-Series મોડેમ પર નિર્ભરતા વધારી રહ્યું છે. iPhone 18 Pro માં C2 મોડેમ વિશ્વભરમાં આપવામાં આવ્યું છે. જ્યારે Pro Max ના અમેરિકન વેરિઅન્ટમાં Qualcomm નું મોડેમ રાખવામાં આવ્યું છે. (Image Source | PTI)
મોડેમ સિવાય અમેરિકા અને ભારતના મોડલમાં SIM સપોર્ટને લઈને પણ માર્કેટ પ્રમાણે તફાવત છે. ભારતમાં iPhone 18 Pro Max nano-SIM અને eSIM બંનેને સપોર્ટ કરે છે. (Image Source | PTI)
અમેરિકન મોડલ સંપૂર્ણપણે eSIM-only છે. તેમાં ફિઝિકલ SIM કાર્ડ લગાવી શકાતું નથી. Apple એ અમેરિકા સહિત કેટલાક દેશોમાં આ વ્યવસ્થા અપનાવી છે. (Image Source | GettyImages)
એટલે જો તમે વિદેશથી iPhone 18 Pro Max ખરીદવાનું વિચારી રહ્યા હો, તો માત્ર કિંમત જોઈને નિર્ણય ન લો. મોડલ નંબર, SIM સપોર્ટ અને મોડેમ વેરિઅન્ટ જરૂરથી ચેક કરો. (Image Source | GettyImages)
આ પણ વાંચો, 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટા! મુકેશ અંબાણીની કંપની આપી રહી સૌથી સસ્તો 5G પ્લાનદેશમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. 18 સપ્ટેમ્બરની સવારે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,52,980 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધ સોનાના ભાવમાં ₹600નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) $4,317.11 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.
દેશમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. 18 સપ્ટેમ્બરની સવારે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,52,980 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધ સોનાના ભાવમાં ₹600નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) $4,317.11 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,090 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,830 છે.(ફોટો ક્રેડિટ- File Image)
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,880 છે.(ફોટો ક્રેડિટ- File Image)
જેફરીઝ (Jefferies) ખાતે ઇક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રિસ વુડનું માનવું છે કે સોનાનો ભાવ વધીને $10,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. વર્તમાન સ્તરથી જોતાં, આ લગભગ 130%નો ઉછાળો દર્શાવે છે. 'જેફરીઝ ઇન્ડિયા ફોરમ 2026'માં CNBC-TV18 સાથે વાત કરતા વુડે જણાવ્યું હતું કે $10,000 પ્રતિ ઔંસનો આંકડો હાંસલ કરી શકાય તેમ છે. યુએસ બોન્ડ યીલ્ડને નિયંત્રિત કરવાના પ્રયાસો ડોલરને નબળો પાડી શકે છે, જેનો સંભવિત લાભ સોનાને મળી શકે છે.
સોનાની જેમ જ, અન્ય એક કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. 18 સપ્ટેમ્બરની સવારે, ચાંદીનો ભાવ ઘટીને ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ સિલ્વર (હાજર ચાંદી)નો ભાવ ઘટીને $64.06 પ્રતિ ઔંસ થયો છે. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર જોવા મળે છે.
સોનાની જેમ જ, અન્ય એક કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. 18 સપ્ટેમ્બરની સવારે, ચાંદીનો ભાવ ઘટીને ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ સિલ્વર (હાજર ચાંદી)નો ભાવ ઘટીને $64.06 પ્રતિ ઔંસ થયો છે. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર જોવા મળે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરોAppleના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Max ખરીદવા માટે રાહ જોતા લોકો માટે એક ગુડન્યુઝ સામે આવ્યા છે. બંને ફોનની પહેલી સેલ આજે 18 સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂકી છે. દિલ્લી હોય કે મુંબઈ Apple Storeની બહાર લાંબી લાઈનો લાગી છે. ફોન લેવા માટે લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે.દિલ્લીના સેક્ટર સિટીવોક મોલમાં Appleના નવા iPhone 18 અને iPhone 18 Pro Maxને લઈ લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સવારથી જ Apple Store પર નવા iPhone ખરીદવા માટે ગ્રાહકો પહોંચી રહ્યા છે. યુવાઓની સાથે કેટલાક લોકો એવા પણ છે. જે સ્ટોર પર જુના આઈફોનથી નવા મોડલમાં અપગ્રેડ કરવા માટે પહોંચ્યા છે.
200 કિલોમીટર દુરથી મોબાઈલ લેવા આવ્યાઆઈફોન 18 ખરીદવા માટે સાંજે 10 કલાકથી જ સિટી વોક મોલની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. કેટલાક લોકો સાંજે10 કલાકે તો કેટલાક 11 કલાકે, 12 વાગ્યાથી લાઈનમાં લાગ્યા હતા. જેનાથી સૌથી પહેલા આઈફોન 18 તેને મળી જાય. લોકોનું કહેવું છે કે, આઈફોનના પોતાના પસંદગીના કલર મળે. આ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા હતા. કેટલાક લોકો એવા પણ હતા. જે 200 કિલોમીટર દુર હરિયાણાથી આઈફોન ખરીદવા માટે સાંજના 10 કલાકથી લાઈનમાં લાગ્યા હતા.
લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચા iPhone 18 Pro Max ને લઈને છે. ગ્રાહકો ફોનની ડિઝાઈન, કેમેરા, ડિસ્પ્લે અને નવા ફીચર્સને નજીકથી જોઈ રહ્યા છે. સિલેક્ટ સિટીવોક મોલમાં જે રીતે iPhone 18ને લઈ લોકોની ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે,Appleના નવા iPhoneને લઈ દિલ્લીના ગ્રાહકો ખુહ ઉત્સાહિત છે.
#WATCH | Delhi | Apple begins the official sale of the iPhone 18 Pro and iPhone 18 Pro Max; customers throng the company’s store at Select City Walk Mall in Saket https://t.co/c32tbBVbiL
— ANI (@ANI) September 18, 2026
જો તમે પણ નવો આઈફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કેટલીક ઓફરની મદદથી ઓછા પૈસામાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ. ફોનની કિંમત , ઓફર અને ખાસ ફીચર્સ વિશે.
iPhone 18 Pro અને Pro Maxની કિંમતiPhone 18 Proની શરુઆતની કિંમત 1,64,900 રુપિયા જણાવવામાં આવી છે. આ કિંમતમાં 256GB સ્ટોરેજ વાળું મોડલ મળશે.તેમજ તેનું 2TB સ્ટોરેજ વાળું ટોપ વેરિએન્ટ અંદાજે 3,14,900 રુપિયાનું હોય શકે છે. બીજી બાજુ, iPhone 18 Pro Maxની શરુઆતની કિંમત અંદાજે 1,79,900 રુપિયા છે. જેમાં પણ 256GB સ્ટોરેજ મળશે. આનો 2TB વાળા વેરિએન્ટની કિંમત અંદાજે 3,29,900 રુપિયા જણાવવામાં આવી છે.
જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે, તો તમે તમારા નવા iPhone ને એક્સચેન્જ કરીને તેની કિંમત પણ ઘટાડી શકો છો. Apple ના સત્તાવાર સ્ટોર પર, એક્સચેન્જ ક્રેડિટ 21,000 થી 81,500 સુધીની હોઈ શકે છે, જે તમારા જૂના ફોનના મોડેલ અને સ્થિતિ પર આધાર રાખે છે.
iPhone 18 Pro ની કિંમત- 256GB: 1,64,900 રુપિયા
- 512GB: 1,89,900 રુપિયા
- 1TB: 2,39,900 રુપિયા
- 2TB: 3,14,900 રુપિયા
- 256GB: 1,79,900 રુપિયા
- 512GB: 2,04,900 રુપિયા
- 1TB: 2,54,900 રુપિયા
- 2TB: 3,29,900 રુપિયા
તહેવારોની શોપિંગ શરૂ થાય તે પહેલા જ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના દાગીના પર લાગતા હોલમાર્કિંગ ચાર્જમાં મોટો અને ચૂપચાપ વધારો કરી દીધો છે.
કોઈ મોટા શોરબકોર વગર હોલમાર્કિંગ ફીમાં એકસાથે 67 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યાં પહેલા પ્રતિ આર્ટિકલ માત્ર ₹45 ચૂકવવા પડતા હતા, ત્યાં હવે સીધા ₹75 વસૂલવામાં આવશે.
આ મહત્વપૂર્ણ અને સસ્પેન્સથી ભરેલો બદલાવ 'BIS (હોલમાર્કિંગ) સુધારા નિયમો, 2026' હેઠળ સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ નવી વધારેલી ફી સોનાના તમામ દાગીના તેમજ આર્ટવર્ક પર લાગુ થઈ ગઈ છે, જેના કારણે દરેક આર્ટિકલ પર સીધો ₹30 નો વધારાનો બોજ આવી ગયો છે.
સરકારી કાગળો મુજબ આ ₹30 નો વધારાનો ચાર્જ ગ્રાહકોએ સીધો ચૂકવવાનો નથી. સરકારી નોટિફિકેશન અનુસાર આ રકમ જ્વેલર્સે પોતે હોલમાર્કિંગ સેન્ટરને ચૂકવવાની રહેશે.
ભલે નોટિફિકેશનમાં સીધી વસૂલાત પર મનાઈ હોય, પરંતુ જ્વેલર્સ પાસે આ ₹30 નો ખર્ચ ગ્રાહકો પાસેથી કાઢવાનો છુપો રસ્તો છે—તેઓ આ વધારો દાગીનાના 'મેકિંગ ચાર્જ' કે ઓવરઓલ પ્રાઇસિંગમાં ચૂપચાપ ઉમેરી શકે છે.
નવા નિયમ મુજબ હોલમાર્કિંગ સેન્ટર્સે સોનાના પ્રતિ આર્ટિકલ ₹7.50 (ઓછામાં ઓછા ₹20 પ્રતિ કન્સાઇનમેન્ટ) અને ચાંદી પર પ્રતિ આર્ટિકલ ₹3.50 BIS ને જમા કરાવવા પડશે, જેના પર ટેક્સ અલગથી વસૂલાશે.
જ્વેલર્સ માટે એકમાત્ર રાહતના સમાચાર એ છે કે કન્સાઇનમેન્ટની ન્યૂનતમ ફી ₹200 ની મર્યાદા પર જ જાળવી રાખવામાં આવી છે.
સોનામાં મોટો ધડાકો કરાયો છે પરંતુ ચાંદીના પ્રેમીઓ માટે જૂના દરો જ રહેશે. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી ₹35 પ્રતિ આર્ટિકલ અને કન્સાઇનમેન્ટ ચાર્જ ₹150 પર સ્થિર છે.
ભલે બિલ પર આ ₹30 સીધા લખેલા ન દેખાય, પરંતુ જ્વેલર્સ દ્વારા મેકિંગ ચાર્જ બેકડોરથી વધારી દેવાતાં આ તહેવારોમાં સોનાની ખરીદી તમારા બજેટને ચોક્કસપણે અસર કરી શકે છે.
AC ને વારંવાર ON/OFF કરવું કે સતત ચાલુ રાખવું ? જાણો લાઈટ બિલ અડધું કરવાનો સાચો રસ્તોઅમદાવાદ શહેરમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથ વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર , માનસી ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પર વરસાદના પાણી ભરાયા છે.તો હવામાન વિભાગે 20 તારીખ સુધી આગાહી કરી હતી. અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ સરખેજમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વાસણામાં સવા 3 ઇંચ, નવરંગપુરામાં પોણા 4 ઇંચ વરસાદ,ચાંદખેડામાં 2 ઇંચ વરસાદ, ઉસ્માનપુરમાં સવા 2 ઇંચ,સાયન્સ સિટીમાં 2 ઇંચ, ગોતામાં પોણા 3 ઇંચ વરસાદ,થલેતજમાં 2 ઇંચ, ઓગણજમાં સવા 2 ઇંચ વરસાદ,વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદના 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.
વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યાઅમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ વાસણા બેરેજમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવાંમાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સાવત્રિક વરસાદી માહોલના કારણે જીલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ સૂચના આપી છે.શાળાઓને રજા માટે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.કર્ણાવતી ક્લબ રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.પાણી ભરાતા વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ હતી. વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.સતત બે કલાકના વરસાદથી હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું હતુ.હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરમાં પાણી ભરાયા હતા.સ્થાનિકોનો આક્ષેપ પાણીના નિકાલ માટે AMC કર્મચારીઓ સ્થળ પર દેખાયા નહીં
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અહી ક્લિક કરો
આજની તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | Groww)
આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,52,880 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,40,140 અને 1,14,660 છે. (Image Source | Groww)
આજના ભાવની સરખામણી જો ગઈકાલના (17 સપ્ટેમ્બર) ભાવ સાથે કરવામાં આવે તો ઘટાડો જોવા મળે છે. (Image Source | Groww)
છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,55,560 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,42,600 રુપિયા અને 1,16,670 રુપિયા હતો. (Image Source | Groww)
છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછો ભાવ આજના તારીખે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ નોંધાયો છે. (Image Source | Groww)
ભારતમાં આજે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ 24K સોનાનો ભાવ ₹1,52,880 પ્રતિ 10 ગ્રામ છે. જે 18 ઓગસ્ટનો ભાવ ₹1,55,940 પ્રતિ 10 ગ્રામ હતો. 18 ઓગસ્ટ 2026 ના ભાવની સરખામણીમાં આજના ભાવમાં ₹3,060.00 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. (Image Source | Groww)
ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના વાસ્તવિક ખર્ચ સરખામણી દર્શાવવામાં આવેલી છે. જેમાં બંને માટે ટેક્સ પહેલાંની મૂળ કિંમત ₹1,52,880 અને 3% GST ₹4,586.40 સમાન છે. પરંતુ ફિઝિકલ ગોલ્ડમાં ઘડામણ ચાર્જ ₹18,345.60થી ₹27,518.40 છે. જ્યારે વેસ્ટેજ ચાર્જ ₹3,057.60થી ₹7,644.00 છે અને હોલમાર્કિંગ ₹35થી ₹200.છે. ઉમેરાતાં વાસ્તવિક કુલ કિંમત ₹1,78,904.60થી ₹1,92,828.80 સુધી પહોંચે છે. જ્યારે ગોલ્ડ ETF માં ઘડામણ કે વેસ્ટેજ ચાર્જ હોતો નથી અને સર્ટીફિકેશન ₹764.40થી ₹1,528.80 ઉમેરાતાં તેની વાસ્તવિક કુલ કિંમત ઘણી ઓછી એટલે કે ₹1,53,644.40થી ₹1,54,408.80 જ રહે છે. (Image Source | Groww)
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : સોનામાં મોટો કડાકો ! 18 ઓગસ્ટથી અત્યાર સુધી પ્રતિ 10 ગ્રામ ₹3,060 ઘટી ગયો ભાવ, જુઓ આજનો લેટેસ્ટ રેટભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત અને ખર્ચ બચાવવાના પગલાં ફરીથી લાગુ કર્યા છે. કેબિનેટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ આ નિર્દેશો જાહેર કર્યા હતા, જે તાત્કાલિક અમલમાં આવશે, અને બજાર બંધ થવા પર અગાઉના નિયંત્રણો ઉપરાંત સરકારી ખર્ચ, સરકારી વાહનો અને વિદેશ મુસાફરી પર નવા નિયંત્રણો સામેલ છે.
સરકારે લગાવ્યા આ પ્રતિબંધો- લગ્નના ફંકશનમાં હવે માત્ર એક જ ડીશ સર્વ કરવામાં આવશે
- દુકાન, માર્કેટ, મોલ અને બજાર તેમજ કરિયાણાની દુકાન રાતના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- મેરેજ હોલ તેમજ ઉત્સવના સ્થળોરાત્રે 10:00 વાગ્યા સુધીમાં બંધ કરવામાં આવશે
- રેસ્ટોરન્ટ, કાફે, ખાણીપીણીની દુકાનો અને ફુડની દુકાનો રાત્રે 11:00 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે
- ફળ અને શાકભાજીની દુકાનો રાત્રે 11:00 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે
- નોટીફિકેશનમાં સરકારી ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ માટે પણ નિયંત્રણોનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
- ત્રણ મહિના માટે સરકારી વાહનો માટે ઇંધણની જોગવાઈમાં 50% ઘટાડો
- નાણાકીય વર્ષ 2026-27 માટે સરકારી બજેટમાં માસિક 5% ઘટાડો.
- વિકાસ પ્રોજેક્ટ્સ સિવાય નવા વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ.
- કેટલીક છૂટ સાથે આવશ્યક સત્તાવાર મુલાકાતો સહિત વિદેશ મુસાફરી પર 3 મહિનાનો પ્રતિબંધ.
- શહેરની અંદરની બેઠકો સિવાય, ટેલિકોન્ફરન્સિંગ દ્વારા સત્તાવાર મીટિંગોને પ્રોત્સાહન આપવામાં આવશે.
- વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાતો સિવાય, સત્તાવાર રાત્રિભોજન પર પ્રતિબંધ રહેશે.
- સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સેમિનાર, તાલીમ અને પરિષદો જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.
- મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આવશ્યક વિદેશી મુલાકાતો પર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની જરૂર રહેશે.
ઇંધણ પ્રતિબંધોમાં ચોક્કસ સશસ્ત્ર દળો, કાયદા અમલીકરણ, આવશ્યક સેવાઓ અને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે, જે સૂચનાની શરતોને આધીન છે. વિકાસ પ્રોજેક્ટ્સને પણ ઘણા ખર્ચ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પગલાં માર્ચમાં રજૂ કરાયેલા અગાઉના બચતનાં પગલાંને અનુસરે છે અને હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડાબ સહિતના તેલ માર્ગોમાં અવરોધો અંગેની ચિંતાઓ વચ્ચે આવે છે, જેણે ઇંધણ પુરવઠા અને કિંમતો પર દબાણ લાવ્યું છે.
14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. અહી ક્લિક કરો
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં એક એવી સફળતા મેળવી છે. જ્યાં સુધી આજે દુનિયાનો કોઈ બેટ્સમેન પહોંચ્યો નથી.
કાર્ડિફમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી20 મેચમાં બટલરે ટી20 ફોર્મેટમાં પોતાના નામે 15000 રન પુરા કર્યા છે.
વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ કાયરન પોલાર્ડને પાછળ છોડી બટલરે ફરી એક વખત ટી20 ક્રિકેટમાં દુનિયાનો નંબર 1 રન સ્કોરર બની ગયો છે.
અહી સુધી પહોંચનાર વર્લ્ડનો પહેલો ખેલાડી છે. તો કાયરન પોલાર્ડ 14999 રનની સાથે બીજા સ્થાન પર છે.
શ્રીલંકા વિરુદ્ધ 150 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બટલરે સાથી ઓપનર એન્યુરિન ડોનાલ્ડની સાથે મળી પહેલી વિકેટ માટે 51 રન બનાવ્યા હતા. જેમાં બટલરે 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી 30 રન બનાવ્યા હતા. આ સાથે પોતાના 30 રન પુરા કરી 15 હજાર રનના ઐતિહાસિક શિખર પર પહોંચ્યો હતો.
જોસ બટલરે 528 મેચોમાં 497 ઇનિંગ્સમાં 15000 ટી-20 રન પૂરા કર્યા.
તેમણે 35.46ની સરેરાશ અને 147.46 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે નવ સદી અને 107 અડધી સદી ફટકારી છે.
બટલરને ટી20 રનનો એક મોટો ભાગ દુનિયાની સૌથી લોકપ્રિય લીગ આઈપીએલમાંથી આવ્યો છે.
આઈપીએલમાં 3 ફ્રેન્ચાઈઝી માટે રમતા બટલરે 138 મેચમાં 39.70ની સરેરાશથી 4,646 રન બનાવ્યા છે. તેમજ 4322 રન તેમણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યા છે. (All photo : Instagram)
Breaking News : Asian Games 2026માં ભારતીય ટીમની મેચ કેટલા વાગ્યે અને ક્યાં લાઈવ જોઈ શકશો, જાણો અહી ક્લિક કરોઆજની તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | Groww)
આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,52,880 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,40,140 અને 1,14,660 છે. (Image Source | Groww)
આજના ભાવની સરખામણી જો ગઈકાલના (17 સપ્ટેમ્બર) ભાવ સાથે કરવામાં આવે તો ઘટાડો જોવા મળે છે. (Image Source | Groww)
છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,55,560 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,42,600 રુપિયા અને 1,16,670 રુપિયા હતો. (Image Source | Groww)
છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછો ભાવ આજના તારીખે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ નોંધાયો છે. (Image Source | Groww)
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,40,140 છે. (Image Source | Groww)
ભારતમાં આજે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ 24K સોનાનો ભાવ ₹1,52,880 પ્રતિ 10 ગ્રામ છે. જે 18 ઓગસ્ટનો ભાવ ₹1,55,940 પ્રતિ 10 ગ્રામ હતો. 18 ઓગસ્ટ 2026 ના ભાવની સરખામણીમાં આજના ભાવમાં ₹3,060.00 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. (Image Source | Groww)
ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના વાસ્તવિક ખર્ચ સરખામણી દર્શાવવામાં આવેલી છે. જેમાં બંને માટે ટેક્સ પહેલાંની મૂળ કિંમત ₹1,52,880 અને 3% GST ₹4,586.40 સમાન છે. પરંતુ ફિઝિકલ ગોલ્ડમાં ઘડામણ ચાર્જ ₹18,345.60થી ₹27,518.40 છે. જ્યારે વેસ્ટેજ ચાર્જ ₹3,057.60થી ₹7,644.00 છે અને હોલમાર્કિંગ ₹35થી ₹200.છે. ઉમેરાતાં વાસ્તવિક કુલ કિંમત ₹1,78,904.60થી ₹1,92,828.80 સુધી પહોંચે છે. જ્યારે ગોલ્ડ ETF માં ઘડામણ કે વેસ્ટેજ ચાર્જ હોતો નથી અને સર્ટીફિકેશન ₹764.40થી ₹1,528.80 ઉમેરાતાં તેની વાસ્તવિક કુલ કિંમત ઘણી ઓછી એટલે કે ₹1,53,644.40થી ₹1,54,408.80 જ રહે છે. (Image Source | Groww)
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, આ 7 પ્રકારના UPI પેમેન્ટ પર MDR ચાર્જ નહીં લાગે, જાણો નવા નિયમોAhmedabad Rain : અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 7:30 વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કડાકા-ભડાકા સાથે એકધારો વરસાદસવારે 7:30 વાગ્યા બાદ અમદાવાદમાં અચાનક વરસાદનું જોર વધ્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે આશરે એક કલાક સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ હાલાકી પડી હતી.
અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાશહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
સવારના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયાવરસાદનો સમય સવારનો હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને તેમને મૂકવા જતા વાલીઓને પણ મુશ્કેલી પડી હતી. વરસાદ અને પાણી ભરાવાના કારણે કેટલાક માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા.
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલીએકધારો વરસાદ વરસતા શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ખાસ કરીને વરસાદ દરમિયાન વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડતાં સવારના જનજીવન પર તેની અસર જોવા મળી હતી.
Breaking News : છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં 32 જિલ્લામાં મેઘમહેર, 151 તાલુકામાં વરસાદ, માળિયામાં 131 મીમી
ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર, કોઈ ખેલાડી ત્રણ-ચાર મેચમાં ખરાબ પ્રદર્શન કરે તો તેનો અર્થ એ નથી કે તે ખેલાડી ફ્લોપ છે. જે ટીમ સતત અપરાજિત રહીને વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તેના મહત્વના ખેલાડીઓને માત્ર એક સિરીઝની નિષ્ફળતાના આધારે અચાનક ટીમમાંથી બહાર કરી શકાય નહીં. (Image Source | PTI)
સંજૂ સેમસને પણ કોચના આ વિશ્વાસને સાચો સાબિત કર્યો છે. તેણે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચમાં બે અડધી સદી મારીને કુલ 117 રન બનાવ્યા અને ફરી પોતાની લય મેળવી છે. (Image Source | PTI)
વૈભવ સૂર્યવંશીની પ્રતિભા અંગે વાત કરતાં ગૌતમ ગંભીરએ કહ્યું કે તેની ટેલેન્ટ અંગે કોઈને શંકા નથી, પરંતુ સિનિયર ખેલાડીઓની હાજરીમાં તેણે ધીરજ રાખવી પડશે. (Image Source | PTI)
ગંભીરએ સ્પષ્ટ કહ્યું, “વૈભવ સાથે અમારી વાતચીત એકદમ સ્પષ્ટ રહી છે કે તેણે પોતાની તકની રાહ જોવી પડશે. આપણે બધા જાણીએ છે કે તેનામાં કેટલી પ્રતિભા છે અને તે શું કરી શકે છે. પરંતુ જે ખેલાડીએ વર્ષો સુધી સતત પ્રદર્શન કર્યું છે, તે હંમેશા નવા ખેલાડીથી આગળ રહેશે.” (Image Source | PTI)
ગૌતમ ગંભીરએ વધુમાં વિશ્વાસ અપાવ્યો કે જ્યારે પણ વૈભવને તક મળશે, ત્યારે તેને ટીમમાં લાંબો સમય આપવામાં આવશે, જેથી તે પોતાને સાબિત કરી શકે. (Image Source | PTI)
કોચે આગળ કહ્યું કે ભારતીય ક્રિકેટની ખાસિયત એ છે કે ડ્રેસિંગ રૂમમાં સ્પર્ધા અને શાનદાર પ્રતિભા જોવા મળે છે. ખેલાડી 15 વર્ષનો હોય કે 30 વર્ષનો, દરેક વ્યક્તિએ પોતાની તકની રાહ જોવી પડે છે. (Image Source | PTI)
અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં બહાર રહ્યા બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર આગામી જાપાન T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ અને એશિયન ગેમ્સ પર છે. જ્યાં યુવા વૈભવ સૂર્યવંશીને મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. (Image Source | PTI)
આ પણ વાંચો, Breaking News: ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું, T20 શ્રેણીમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે તૈયાર છે. બે ટીમોએ પહેલાથી જ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, અને હવે ટીમ ઇન્ડિયાનો વારો છે.
ભારતીય ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ભારતની મેચ શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ રમાશે. તો ચાલો જાણીએ તમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.
ભારતીય મહિલા ટીમ 2026 એશિયન ગેમ્સમાં પોતાની સફર શરૂ કરવા જઈ રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ચીનની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, તેથી બાંગ્લાદેશ તેમના શ્રેષ્ઠ રેન્કિંગના આધારે આગામી રાઉન્ડમાં આગળ વધ્યું.
પાકિસ્તાન અને થાઇલેન્ડ વચ્ચે એક મેચ રમાઈ હતી, જે પણ વરસાદને કારણે અડચણ થઈ હતી, અને મેચ 11 ઓવરની કરવામાં આવી હતી. પાકિસ્તાને અંતિમ ઓવરમાં મેચ જીતી લીધી અને અંતિમ ચારમાં પણ પ્રવેશ કર્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. તે અડધો કલાક વહેલો, સવારે 10:00 વાગ્યે થશે. તમે T20 મેચ જોવા માટે ટેવાયેલા છો, તો તમારો સમય બદલવો પડશે. કારણ કે મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 1:00 વાગ્યે સમાપ્ત થશે.
જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો તેનો મુકાબલો મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ રમાશે. જીત ભારત માટે મેડલ સુનિશ્ચિત કરશે અને ટીમ ત્યારબાદ ફાઇનલમાં રમશે.
તમે ભારત વિરુદ્ધ જાપાન મહિલા ટીમો વચ્ચેની આ એશિયન ગેમ્સની મેચ તમારા ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જોઈ શકો છો. જો તમે આ મેચો તમારા સ્માર્ટ ટીવી અથવા મોબાઇલ પર જોવા માંગતા હો, તો તમારે સોની લિવ એપની મુલાકાત લેવાની જરૂર પડશે.
તેમજ એશિયન ગેમ્સને લગતા તમામ સમાચાર ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.
ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરોગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધી રાજ્યના 32 જિલ્લાના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 131 મીમી નોંધાયો છે.
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 85.79 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ?ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 85 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112 ટકા વરસાદ નોંધાયો છે. આ આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં વધુ રહ્યો છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે.
44 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદરાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન તાલુકાવાર વરસાદની સ્થિતિ પણ નોંધપાત્ર રહી છે. અત્યાર સુધીમાં 5થી 10 ઈંચ વરસાદ 13 તાલુકામાં, જ્યારે 10થી 20 ઈંચ વરસાદ 80 તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત 20થી 40 ઈંચ વરસાદ 131 તાલુકામાં નોંધાયો છે. રાજ્યના 44 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આમ, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ચાલુ ચોમાસામાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 85.79 ટકા સુધી પહોંચી ગયો છે.
18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો તોફાની વરસાદ
ટીવીનો સૌથી લોકપ્રિય અને ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોની હાજરીમાં નાના-મોટા ઝઘડાથી ચાહકો પણ ભરપુર મનોરંજન કરે છે. શોમાં જેઠાલાલ અને બબીતા જીની કેમિસ્ટ્રી હંમેશા લોકોની પસંદગી રહી છે. હવે હાલમાં મેકર્સે શોના લેટેસ્ટ એપિસોડની એક ફની ક્લીપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ વીડિયો જોઈ ખુબ હસી રહ્યા છે.
વાયરલ થયો વીડિયોવાયરલ થઈ રહેલા આ વીડિયો ક્લીપમાં જોઈ શકાય છે કે, બબીતાજી ટેબલની પાસે કાંઈ કામ કરતી હોય છે. તો જેઠાલાલ પોતું મારતો હોય છે. જેનાથી ફ્લોર ખૂબ લપસણો થઈ જાય છે. આ દરમિયાન બબીતાજીનો પગ લપસી જાય છે અને તે સંતુલન ગુમાવે છે.
જેઠાલાલની હીરો એન્ટ્રીએ ધુમ મચાવીબબીતાજી લપસે ત્યારે જેઠાલાલ કાંઈ પણ વિચાર્યા વગર આગળ આવી જાય છે. બબીતાજીને જમીન પર પડતા બચાવી લે છે. બંને વચ્ચે આ દરમિયાન એક ફિલ્મી સીન થઈ જાય છે. આ દરમિયાન બબીતાજી થોડી ડરી જાય છે. જેઠાલાલાનો આભાર માને છે. તેમજ કહે છે કે, જો તમે ન હોત તો તેને ખુબ ઈજા થઈ શકતી હતી.
View this post on Instagram
બબીતાજીને બચાવ્યા પછી જેઠાલાલ બબીતાજીના ખબર અંતર પુછે છે. અને તેને આરામથી બેસવાનું કહે છે. બબીતાજી કહે છે કે, તે બહાર જઈને દીવો રાખી આવે પછી પોતું મારશે. જેના પર જેઠાલાલ પોતાની ફની સ્ટાઈલમાં બોલે છે. બબીતાજી તમે પોતું કેવી રીતે કરી શકશો. ત્યારબાદ બંને નિર્ણય લે છે કે, બબીતાજી દિવો બહાર રાખવા જશે અને જેઠાલાલ પોતું કરશે. આ બધું ત્યારે થાય છે. જ્યારે ઘરમાં દયાબેન હોતા નથી.
ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યોજેવી રીતે બબીતાજી દિવાની થાલી લઈ બહાર આવે છે. જેઠાલાલ હાથ જોડી ભગવાનનો આભાર માને છે. મેકર્સે દ્વારા પોસ્ટ કરેલા આ વીડિયો ક્લિપને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ચાહકો જેઠાલાલની ટાઈમિંગ અને એકસપ્રેસનના વખાણ કરી રહ્યા છે.
પોરબંદરમાં જન્મેલા જેઠાલાલના રિયલ પરિવારને મળો, માતા અને ભાઈ છે ખુબ નજીક અહી ક્લિક કરો
તૃણમૂલ કોંગ્રેસના સંગઠનાત્મક વિવાદ વચ્ચે ચૂંટણી પંચે પેટાચૂંટણી પહેલાં અંતરિમ વ્યવસ્થા લાગુ કરી છે. પંચે બંને હરીફ ગૂટને હાલ માટે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામ અને પાર્ટીના આરક્ષિત ફૂલ અને ઘાસના (Flower and Grass) ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે. બંને પક્ષોએ હવે અલગ-અલગ નામ અને મુક્ત ચૂંટણી ચિહ્નના વિકલ્પ આપવા પડશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ અંતિમ નિર્ણય નથી. ચૂંટણી પ્રતીક આદેશના પેરા 15 હેઠળ મૂળ વિવાદ પર વિગતવાર નિર્ણય બાદમાં લેવામાં આવશે.
પેરા 15 હેઠળ અંતિમ નિર્ણય લેવા માટે વિગતવાર કાર્યવાહી જરૂરીચૂંટણી પંચે કહ્યું કે તેની સમક્ષ પાર્ટીના બે હરીફ ગૂટ છે. એક મમતા બેનર્જીના નેતૃત્વમાં અને બીજો અરુપ રોયના નેતૃત્વમાં. પંચે કહ્યું કે આ વિવાદ પર પેરા 15 હેઠળ અંતિમ નિર્ણય લેવા માટે વિગતવાર કાર્યવાહી જરૂરી છે. પંચના આદેશ અનુસાર, અરુપ રોયના નેતૃત્વવાળા અરજદાર ગૂટ અને મમતા બેનર્જીના નેતૃત્વવાળા પ્રતિવાદી ગૂટ, બંનેમાંથી કોઈને પણ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાની મંજૂરી રહેશે નહીં. તેવી જ રીતે બંને ગૂટ ફૂલ અને ઘાસના આરક્ષિત ચૂંટણી ચિહ્નનો પણ ઉપયોગ કરી શકશે નહીં.
બંને ગૂટને 18 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યા સુધી આપવાના છે વિકલ્પચૂંટણી પંચે બંને ગૂટને અલગ-અલગ નામથી ઓળખ આપવાનો નિર્ણય કર્યો છે. ગૂટ ઇચ્છે તો પોતાના નામ સાથે મૂળ પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સાથેનો સંબંધ દર્શાવી શકે છે. આ ઉપરાંત બંને ગૂટને હાલની પેટાચૂંટણીઓ માટે પંચ દ્વારા સૂચિત મુક્ત ચૂંટણી ચિહ્નોની યાદીમાંથી અલગ-અલગ ચૂંટણી ચિહ્ન પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ રાજ્યની બે વિધાનસભા બેઠકો રેજીનગર અને નંદીગ્રામમાં 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. આ અંતરિમ આદેશ પેટાચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
પંચે બંને ગૂટને 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યા સુધી પોતાની પસંદગી જણાવવાનો નિર્દેશ આપ્યો હતો. બંને પક્ષોએ પોતાના માટે ત્રણ સંભવિત નામ પ્રાથમિકતા ક્રમમાં આપવાના હતા. તેમાંથી કોઈ એક નામને પંચ મંજૂરી આપી શકે છે. આ સાથે બંને ગૂટ પોતાના ઉમેદવારો માટે ત્રણ પસંદગીના મુક્ત ચૂંટણી ચિહ્નો પણ પ્રાથમિકતા ક્રમમાં જણાવી શકે છે. પંચ આ વિકલ્પોમાંથી કોઈ એક ચૂંટણી ચિહ્ન સંબંધિત ગૂટના ઉમેદવારોને ફાળવી શકે છે.
અંતરિમ આદેશની મુખ્ય વાતો- બંને જૂથ હાલ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામનો એકલા ઉપયોગ કરી શકશે નહીં.
- બંને જૂથ ફૂલ અને ઘાસનું ચૂંટણી ચિહ્ન ઉપયોગ કરી શકશે નહીં.
- બંને જૂથ પોતાના માટે અલગ-અલગ નામ પસંદ કરી શકશે.
- તેઓ ઇચ્છે તો પોતાના નામને મૂળ પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડી શકે છે.
- બંને જૂથના ઉમેદવારોને વર્તમાન પેટાચૂંટણી માટે પંચની સૂચિત મુક્ત ચૂંટણી ચિહ્નોની યાદીમાંથી અલગ-અલગ ચિહ્ન ફાળવવામાં આવશે.
- બંને જૂથને પોતાના જૂથ માટે ત્રણ નામના વિકલ્પ પ્રાથમિકતા ક્રમમાં આપવા કહેવામાં આવ્યું હતું.
- બંને જૂથને પોતાના ઉમેદવારો માટે ત્રણ પસંદગીના મુક્ત ચૂંટણી ચિહ્નોના વિકલ્પ પણ આપવાના હતા.
- આ અંતરિમ વ્યવસ્થા મૂળ વિવાદ પર પેરા 15 હેઠળ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલુ રહી શકે છે.
ચૂંટણી પંચે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ અંતરિમ નિર્ણય અંતિમ ચુકાદો નથી. પંચના જણાવ્યા અનુસાર, બંને પક્ષોના દાવાઓ પર પેરા 15 હેઠળ આગળ મૂળભૂત અને વિગતવાર નિર્ણય લેવામાં આવવાનો છે.
આ પણ વાંચો, Breaking News : સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ, ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત
આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.
મેષ રાશિ:
આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવશે અને આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા છે.
વૃષભ રાશિ:
વેપારમાં કરેલું જૂનું રોકાણ આજે તમને અણધાર્યો મોટો નફો કરાવી શકે છે. ઘરમાં જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે, ઓફિસમાં વિરોધીઓ પણ તમારી કામ કરવાની ઝડપ જોઈને દંગ રહી જશે.
મિથુન રાશિ:
તમારી વાણી અને વાતચીત કરવાની કળા આજે મોટા સોદા પાર પાડવામાં મદદરૂપ સાબિત થશે. અટકેલા નાણાકીય કામકાજ પૂરા થવાથી દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો સાથે મળીને કોઈ નવું કામ શરૂ કરવાની રૂપરેખા તૈયાર કરી શકો છો.
કર્ક રાશિ:
નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.
સિંહ રાશિ:
સરકારી કામકાજ કે અટકેલા કાનૂની મામલાઓ ઉકેલાવાથી મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. વડીલોના માર્ગદર્શનથી કોઈ વિવાદનો સુખદ અંત આવશે. ઓફિસમાં સ્પર્ધકો તમારી ચતુરાઈ જોઈને તમારી સાથે હાથ મિલાવવા ઉત્સુક બનશે.
કન્યા રાશિ:
ધન પ્રાપ્તિના નવા માર્ગો ખૂલશે, જેનાથી ભવિષ્ય માટે સારી બચત કરી શકશો. પરિવારજનો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો સુંદર યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓને ઉપરી અધિકારીઓ ખુલ્લા મનથી સ્વીકારશે.
તુલા રાશિ:
ભાગીદારીના ધંધામાં અણધાર્યો ફાયદો થશે અને અટકેલું ધન અચાનક પરત મળશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે. કાર્યસ્થળ પર તમારી નમ્રતા અને સહકારપૂર્ણ વલણથી ઓફિસનું વાતાવરણ ઉત્સાહભર્યું રહેશે.
વૃશ્ચિક રાશિ:
પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે અને તેમાં આર્થિક લાભ થશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને પારિવારિક સ્નેહ વધશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારી સોંપાઈ શકે છે.
ધન રાશિ:
ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા સરકારી કે નાણાકીય પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધશે. શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાંથી સારો નફો મળવાના સંકેત છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે,
મકર રાશિ:
આજે તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. વ્યવસાયિક સોદાઓમાં મોટો આર્થિક લાભ થવાથી નાણાકીય ચિંતાઓ હળવી થશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી મન હળવું અને પ્રસન્ન રહેશે.
કુંભ રાશિ:
તમારા નવા અને અનોખા વિચારો આજે સમાજ અને કાર્યક્ષેત્રમાં તમને વિશેષ ઓળખ અપાવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી આર્થિક સધ્ધરતામાં મોટો વધારો થશે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે અને આનંદ થશે.
મીન રાશિ:
લાંબા સમયથી અટકેલા વળતર અને દેવાના નાણાં આખરે તમને મળી જશે. કોઈ મિત્ર પોતાની અંગત સમસ્યાઓના ઉકેલ માટે તમારી સલાહ માંગી શકે છે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા મિત્ર બની જશે.
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી મનાવવામાં આવે છે. આ વર્ષે રાધા અષ્ટમી 19 સપ્ટેમ્બર, 2026ના રોજ મનાવવામાં આવશે. રાધા અષ્ટમીનો તહેવાર શ્રી રાધા રાણીના પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવાય છે. જે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 15 દિવસ પછી આવે છે.
આ પ્રસંગે જાણીએ રાધા રાણી સાથે જોડાયેલી એક શ્રાપની કથા. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય મિત્રએ રાધા રાણીને શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેમને 100 વર્ષ સુધી ભગવાન શ્રીકૃષ્ણથી અલગ રહેવું પડ્યું હતું.
રાધા અષ્ટમી 2026આ વર્ષે રાધા અષ્ટમી શનિવાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. સૂર્યોદય સમયે 19 સપ્ટેમ્બરે અષ્ટમી તિથિ હોવાથી આ દિવસે જ રાધા અષ્ટમીનું ઉપવાસ રાખવામાં આવશે.
રાધા અષ્ટમીનું મહત્વધાર્મિક માન્યતાઓ અનુસાર, રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. સાથે જ વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.
માનવામાં આવે છે કે રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને વિધિપૂર્વક પૂજા કરવાથી અગાઉના પાપ નષ્ટ થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રિના સમયે થયો હતો, તેમ રાધા રાણીનો જન્મ બપોરના સમયે થયું હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે મધ્યાહ્ન કાળમાં રાધા રાણીની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
પૂજા દરમિયાન રાધા-કૃષ્ણને ચંદન, ફૂલ, ફળ તેમજ માખણ અને મિસરી, ખીર અથવા સાત્વિક મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે.
રાધા રાણીને કયો શ્રાપ મળ્યો હતો?પૌરાણિક કથાઓ અનુસાર, રાધા રાણીને શ્રીકૃષ્ણના પ્રિય મિત્ર અને ગોલોકના નિવાસી શ્રીદામા દ્વારા 100 વર્ષ સુધી શ્રીકૃષ્ણથી વિયોગનો શ્રાપ મળ્યો હતો.
કથા અનુસાર, એક વખત ગોલોકમાં શ્રીકૃષ્ણ પોતાની બીજી પ્રેયસી વિરજા સાથે એકાંત વનમાં વિહાર કરી રહ્યા હતા. તેમણે પોતાના પ્રિય સેવક શ્રીદામાને દ્વાર પર પહેરો રાખવા અને કોઈને અંદર પ્રવેશ ન આપવા કહ્યું હતું.
જ્યારે રાધા રાણી ત્યાં પહોંચ્યાં ત્યારે શ્રીદામાએ તેમને અંદર જતાં રોક્યાં. આ વાતથી રાધા રાણી ખૂબ ક્રોધિત થઈ ગયાં. રાધા રાણીના આગમન બાદ વિવાદ થયો અને તેમણે ક્રોધમાં વિરજા તથા શ્રીકૃષ્ણને ઘણું સંભળાવ્યું.
રાધા રાણીએ શ્રીદામાને પૃથ્વી પર રાક્ષસ કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યોશ્રીકૃષ્ણના પ્રિય મિત્ર શ્રીદામાને રાધા રાણીનું આ વર્તન અને શ્રીકૃષ્ણ પ્રત્યેનો તેમનો રોષ યોગ્ય લાગ્યો નહીં. તેમણે રાધા રાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી રાધા રાણી વધુ ક્રોધિત થઈ ગયાં.
ક્રોધમાં રાધા રાણીએ શ્રીદામાને પૃથ્વી પર રાક્ષસ કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. આથી દુઃખી થયેલા શ્રીદામાએ પણ રાધા રાણીને શ્રાપ આપ્યો કે તેમણે મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર જન્મ લેવો પડશે અને 100 વર્ષ સુધી શ્રીકૃષ્ણનો વિયોગ સહન કરવો પડશે.
આ શ્રાપના પ્રભાવને કારણે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીએ પૃથ્વી પર લીલા કરી અને વિયોગનો અનુભવ કર્યો હોવાનું પૌરાણિક કથાઓમાં વર્ણવવામાં આવે છે.
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો, ગણપતિજીને 21 મોદક અને 21 દુર્વા જ કેમ અર્પણ કરવામાં આવે છે ? જાણો આ 21 અંક પાછળનું રહસ્ય !આજે 18 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મોહિત મલિકની નાના પડદા પર તેમની લોકપ્રિયતાએ તેમને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો છે, અને ફિલ્મોમાં તેમનો પ્રવેશ તેમની કારકિર્દીમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.
મોહિત મલિકનો જન્મ 11 જાન્યુઆરી 1983ના રોજ થયો છે.તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે. તેઓ 'ડોલી અરમાનોં કી'માં સમ્રાટ સિંહ રાઠોડ અને 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં સિકંદર સિંહ ગિલની ભૂમિકા માટે વિશેષ જાણીતા છે.
મોહિત મલિકનો પરિવાર જુઓ
મલિકે સ્ટાર પ્લસ પર આઓની તરીકે ટીવી શો મિલી દ્વારા ટેલિવિઝનની શરૂઆત કરી હતી.તે પછી તેણે બેટિયાં અપની યા પરાયા ધન, પરી હૂં મેં, બનો મેં તેરી દુલ્હન, ગોધ ભરાઈ, દુર્ગેશ નંદિની, મન કી આવાઝ પ્રતિજ્ઞા અને ફુલવા જેવા વિવિધ ટીવી શો કર્યા હતા.
તે નચ બલિયે 4નો સ્પર્ધક પણ હતો. તેણે રેહાન ચાર્લ્સ તરીકે સુવરીન ગુગ્ગલ ટોપર ઓફ ધ યર પણ કર્યું છે. મોહિત મલિકના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.
તેણે ડોલી અરમાનો કીમાં સમ્રાટ સિંહ રાઠોડ તરીકે પણ કામ કર્યું હતું જ્યાં તેની અભિનય પ્રતિભાની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી. 2015માં મોહિત મલિકે ઝલક દિખલા જામાં ભાગ લીધો અને ત્રીજું સ્થાન મેળવ્યું.
જૂન 2016 થી જાન્યુઆરી 2017 સુધી તેમણે સાવધાન ઈન્ડિયામાં જોવા મળ્યો હતો.2018 માં, મલિકે મ્યુઝિકલ શો કુલ્ફી કુમાર બાજેવાલામાં સિકંદર સિંઘ ગિલ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો હતો.
ઓગસ્ટ 2020માં, તેણે સ્ટારપ્લસની લોકડાઉન કી લવ સ્ટોરીમાં ધ્રુવ જયસ્વાલની ભૂમિકા ભજવી હતી. 2022માં સાયબર વોર સાથે વેબ શોમાં ડેબ્યુ કર્યું હતું. ક્રાઈમ સીન ઓન વોટ અને ખતરોં કે ખિલાડી સીઝન 12 માં પણ ભાગ લીધો જેમાં તે સેકન્ડ રનર અપ હતો.
2023માં તેણે ડાયરેક્ટરના કુટ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત સ્ટાર પ્લસના શો બાતેં કુછ અનકહી સીમાં કુણાલ મલ્હોત્રાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2025માં મોહિત મલિકે અજય દેવગન અને ડાયના પેન્ટી તેમજ નવા કલાકારો રાશા થડાની અને અમન દેવગન અભિનીત ફિલ્મ 'આઝાદ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ.
ઓક્ટોબર 2025માં મોહિત મલિકે સોની સબની 'ગાથા શિવ પરિવાર કી – ગણેશ કાર્તિકેય'માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.
બાદમાં, પોતાની આગામી ફિલ્મ 'મિર્ઝાપુર'ની રિલીઝ જેવી અન્ય કામને કારણે તેમણે આ શો છોડી દીધો હતો.2026માં, તેમણે 'મિર્ઝાપુર'માં બિરજુ લોહારની ભૂમિકા ભજવી હતી.
મોહિત મલિકે 2010માં અભિનેત્રી અદિતિ શિરવાઈકર સાથે લગ્ન કર્યા. આ દંપતીને એક પુત્ર છે, જેનું નામ એકબીર છે અને તેનો જન્મ 2021માં થયો હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરોમેષ રાશિ: આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવશે અને આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલી જોઈને સહકર્મીઓ તમારાથી પ્રભાવિત થશે અને અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. આ રાશિના જાતકોને આજે પોતાના માટે પૂરતો સમય મળશે. આ સમય દરમિયાન તમે તમારી મનપસંદ રમત રમી શકો છો અથવા કસરત કરી શકો છો. (ઉપાય: સવારે સૂર્યદેવને તાંબાના લોટામાંથી જળ અર્પણ કરવાથી ભાગ્યનો સાથ મળશે.)
વૃષભ રાશિ: માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની ખાસ જરૂર છે. વેપારમાં કરેલું જૂનું રોકાણ આજે તમને અણધાર્યો મોટો નફો કરાવી શકે છે. ઘરમાં જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે, જેનાથી પારિવારિક વાતાવરણ આનંદમય બનશે. ઓફિસમાં વિરોધીઓ પણ તમારી કામ કરવાની ઝડપ જોઈને દંગ રહી જશે. આ રાશિના જાતકોને આજે પોતાની પસંદગીનું કામ કરવાનો મોકો મળશે. તમે રસોઈકળામાં નવો પ્રયોગ કરી શકો છો કે વાચન કરી શકો છો. (ઉપાય: ગાયને લીલું ઘાસ અથવા ગોળ-રોટલી ખવડાવવાથી આર્થિક તંગી દૂર થશે.)
મિથુન રાશિ: તમારી વાણી અને વાતચીત કરવાની કળા આજે મોટા સોદા પાર પાડવામાં મદદરૂપ સાબિત થશે. અટકેલા નાણાકીય કામકાજ પૂરા થવાથી દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો સાથે મળીને કોઈ નવું કામ શરૂ કરવાની રૂપરેખા તૈયાર કરી શકો છો. કાર્યસ્થળ પર તમારો કોઈ જૂનો વિરોધી આજે તમારા સાથ-સહકારથી પ્રભાવિત થઈ મિત્ર બની જશે. આ રાશિના જાતકોને આજે પોતાના અંગત શોખ માટે સારો સમય મળશે. તમે ડાયરી લખી શકો છો અથવા મનગમતું સંગીત સાંભળી શકો છો. (ઉપાય: ગણેશજીને લાડુ અથવા દૂર્વા ચઢાવવાથી તમામ વિઘ્નો દૂર થશે.)
કર્ક રાશિ: ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે વ્યવહારુ બનીને કામ કરશો તો મોટો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. આ રાશિના જાતકોને આજે સાંજના સમયે એકાંતમાં સમય વિતાવવાની તક મળશે. આ સમયમાં તમે ધ્યાન ધરી શકો છો અથવા જૂના પુસ્તકો વાંચી શકો છો. (ઉપાય: શિવલિંગ પર કાચું દૂધ અને જળ ચઢાવવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.)
સિંહ રાશિ: તમારી નેતૃત્વ ક્ષમતા અને દૃઢ સંકલ્પ આજે તમને દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાખશે. સરકારી કામકાજ કે અટકેલા કાનૂની મામલાઓ ઉકેલાવાથી મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. વડીલોના માર્ગદર્શનથી કોઈ જટિલ પારિવારિક વિવાદનો સુખદ અંત આવશે. ઓફિસમાં સ્પર્ધકો પણ આજે તમારી ચતુરાઈ જોઈને તમારી સાથે હાથ મિલાવવા ઉત્સુક બનશે. આ રાશિના જાતકોને આજે પોતાના માટે ખાસ ફુરસત મળશે. તમે કોઈ સર્જનાત્મક લેખન કરી શકો છો અથવા કલાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો. (ઉપાય: આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.)
કન્યા રાશિ: તમારી વિશ્લેષણ ક્ષમતા અને ઝીણવટભરી નજર આજે વેપારમાં મોટો ફાયદો અપાવશે. ધન પ્રાપ્તિના નવા માર્ગો ખૂલશે, જેનાથી ભવિષ્ય માટે સારી બચત કરી શકશો. પરિવારજનો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો સુંદર યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓને ઉપરી અધિકારીઓ ખુલ્લા મનથી સ્વીકારશે. આ રાશિના જાતકોને આજે પોતાની મનપસંદ પ્રવૃત્તિ માટે સમય મળશે. તમે ઘરની સજાવટમાં ફેરફાર કરી શકો છો કે બાગકામ કરી શકો છો. (ઉપાય: પક્ષીઓને ચણ નાખવાથી અને લીલા વસ્ત્રો પહેરવાથી બુધ ગ્રહ બળવાન બનશે.)
તુલા રાશિ: આજે જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવું તમારા માટે સફળતાની ચાવી બનશે. ભાગીદારીના ધંધામાં અણધાર્યો ફાયદો થશે અને અટકેલું ધન અચાનક પરત મળશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે. કાર્યસ્થળ પર તમારી નમ્રતા અને સહકારપૂર્ણ વલણથી ઓફિસનું વાતાવરણ ઉત્સાહભર્યું રહેશે. આ રાશિના જાતકોને આજે પોતાના શોખ પૂરા કરવા માટે સારો સમય મળશે. તમે પેઇન્ટિંગ કરી શકો છો અથવા મનપસંદ ફિલ્મો જોઈ શકો છો. (ઉપાય: માતા લક્ષ્મીની પૂજા કરીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ધન-ધાન્યમાં વધારો થશે.)
વૃશ્ચિક રાશિ: તમારી અડગ ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ આજે મુશ્કેલ કાર્યોને પણ સરળ બનાવી દેશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે અને તેમાં આર્થિક લાભ થશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને પારિવારિક સ્નેહ વધશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારી સોંપાઈ શકે છે. આ રાશિના જાતકોને આજે પોતાની જાત સાથે સમય વિતાવવાની તક મળશે. આ સમય દરમિયાન તમે કવિતા લખી શકો છો કે ડાયરી લખી શકો છો. (ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને લાલ ચંદનનું તિલક લગાવવું શુભ રહેશે.)
ધન રાશિ: ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા સરકારી કે નાણાકીય પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધશે. શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાંથી સારો નફો મળવાના સંકેત છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે, જેનાથી ઉત્સાહ રહેશે. વેપારમાં તમારા સ્પર્ધકો તમારી વ્યૂહરચના જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આ રાશિના જાતકોને આજે પોતાનું મનપસંદ કાર્ય કરવા માટે ઘણો સમય મળશે. તમે કોઈ પ્રેરણાદાયક પુસ્તક વાંચી શકો છો કે આધ્યાત્મિક વિષયો જાણી શકો છો. (ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને કેળાના વૃક્ષની પૂજા કરવી લાભદાયી રહેશે.)
મકર રાશિ: સખત મહેનત અને નિયમિતતા આજે તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. વ્યવસાયિક સોદાઓમાં મોટો આર્થિક લાભ થવાથી નાણાકીય ચિંતાઓ હળવી થશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી મન હળવું અને પ્રસન્ન રહેશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળવાના ઉત્તમ સંકેત છે. આ રાશિના જાતકોને આજે દિવસના ઉત્તરાર્ધમાં પોતાના માટે ફુરસત મળશે. તમે તમારા જૂના શોખ તાજા કરી શકો છો અથવા શાંતિથી સંગીત સાંભળી શકો છો. (ઉપાય: શનિ ચાલીસાનો પાઠ કરવો અને જરૂરિયાતમંદને કાળી અડદનું દાન કરવું.)
કુંભ રાશિ: તમારા નવા અને અનોખા વિચારો આજે સમાજ અને કાર્યક્ષેત્રમાં તમને વિશેષ ઓળખ અપાવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી આર્થિક સધ્ધરતામાં મોટો વધારો થશે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે અને આનંદ થશે. કાર્યસ્થળ પર તમારો ઉત્સાહ જોઈને ઉપરી અધિકારીઓ તમારા પર પૂરો ભરોસો મૂકશે. આ રાશિના જાતકોને આજે મનપસંદ કામ કરવા માટે પૂરતો સમય મળશે. તમે ટેક્નોલોજી આધારિત શોખ પૂરા કરી શકો છો કે ડાયરી લખી શકો છો. (ઉપાય: કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવાથી અને શનિ મંત્રનો જાપ કરવાથી અડચણો દૂર થશે.)
મીન રાશિ: તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે આવશ્યક છે. લાંબા સમયથી અટકેલા વળતર અને દેવાના નાણાં આખરે તમને મળી જશે. કોઈ મિત્ર પોતાની અંગત સમસ્યાઓના ઉકેલ માટે તમારી સલાહ માંગી શકે છે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા મિત્ર બની જશે - માત્ર તમારા એક નાના એવા સારા કામના લીધે. આ રાશિના જાતકોને આજે પોતાના માટે ઘણો સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે તમારા શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા તમારું મનપસંદ સંગીત સાંભળી શકો છો. (ઉપાય: રામચરિતમાનસના સુંદરકાંડનો પાઠ કરવાથી પારિવારિક જીવન સારું ચાલશે.)
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.ભારતે ત્રણ મેચની T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કર્યું. અભિષેક શર્માની વિશ્વ વિક્રમી સદીની મદદથી ભારતે નવી દિલ્હીમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ સાથે ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. અભિષેક શર્માએ શ્રેણીની ત્રીજી મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી, માત્ર 30 બોલમાં સદી ફટકારી, જે પૂર્ણ સભ્ય દેશોમાં (ત્રણેય ફોર્મેટમાં) સૌથી ઝડપી સદી છે. તેણે 108 રન બનાવ્યા, પરંતુ સમગ્ર અફઘાનિસ્તાન ટીમ પણ આ આંકડા સુધી પહોંચી શકી નહીં.
છેલ્લી T20માં ટીમ ઈન્ડિયાનો ધમાકો17 સપ્ટેમ્બરના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ફક્ત એક જ ખેલાડી અભિષેક શર્માનું વર્ચસ્વ હતું . અગાઉની બંને મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી અને લક્ષ્યનો પીછો કર્યો હતો, અને અભિષેકે બંનેમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી, જેના કારણે અભિષેક શર્માને શક્ય તેટલા વધુ રન બનાવવાની તક મળી. ડાબા હાથના ઓપનરે આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો અને પોતાની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી.
3⃣ Matches
2⃣2⃣9⃣ Runs
7⃣6⃣.3⃣3⃣ Average
2⃣6⃣9⃣.4⃣1⃣ Strike-rate
Abhishek Sharma is adjudged the Player of the Series for his incredible consistency
Scorecard https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND pic.twitter.com/2g2D8re859
— BCCI (@BCCI) September 17, 2026
અભિષેક શર્માની 30 બોલમાં ધમાકેદાર સદી
પરંતુ આ એક સદી અભિષેકની પાછલી બે સદીઓ કરતાં પણ વધુ ખાસ હતી. તેણે ફક્ત 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેનાથી ટીમ ઈન્ડિયા પહેલી વાર પાવરપ્લેમાં 100 રન સુધી પહોંચી શક્યો. પછી, નવમી ઓવરમાં, અભિષેકે ફક્ત 30 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ICC પૂર્ણ સભ્ય દેશ દ્વારા કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બન્યો. તેણે એબી ડી વિલિયર્સનો રેકોર્ડ (31 બોલ) તોડ્યો.
ટીમ ઈન્ડિયાએ 221 રન ફટકાર્યાપરંતુ 10મી ઓવરમાં અભિષેક (108 રન, 34 બોલ, 11 છગ્ગા, 9 ચોગ્ગા) આઉટ થયા પછી, ભારતીય બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ ગયા. 10 ઓવર પછી, ભારતે 1 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. જોકે, અંતિમ ઓવરમાં ટીમનો સ્કોર 7 વિકેટે 221 રન હતો. આનો અર્થ એ થયો કે આગામી 10 ઓવરમાં ફક્ત 79 રન જ બન્યા અને 6 વિકેટ પડી ગઈ. અભિષેક ઉપરાંત, સંજુ સેમસન (50) એ પણ સતત બીજી અડધી સદી ફટકારી, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 29 રન બનાવ્યા.
India seal an emphatic 3-0 series sweep against Afghanistan
: https://t.co/4nkxhRMAUy pic.twitter.com/8uFr4wbRnj
— ICC (@ICC) September 17, 2026
અફઘાનિસ્તાન ફક્ત 94 રનમાં ઓલઆઉટ
પરંતુ જ્યારે અફઘાનિસ્તાનનો વારો આવ્યો, ત્યારે જોવાનું રહ્યું કે તેમની બેટિંગ પાછલી બે મેચોની સરખામણીમાં સુધરશે કે પરિસ્થિતિ એવી જ રહેશે. માત્ર ત્રણ ઓવરમાં 31 રનની ઝડપી શરૂઆતથી લડાયક પ્રદર્શનની આશા જાગી, પરંતુ અક્ષર પટેલ (2 વિકેટ) એ પહેલી વિકેટ લેતાની સાથે જ અફઘાનિસ્તાનની ઇનિંગ પાટા પરથી ઉતરી ગઈ. ત્યારબાદ, બેટ્સમેનો આવતા રહ્યા અને થોડા શોટ રમીને જતા રહ્યા. ખાસ કરીને નીતિશ કુમાર રેડ્ડીએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને અફઘાનિસ્તાનનો નાશ કર્યો. અંતે, રવિ બિશ્નોઈએ પણ ત્રણ વિકેટ લીધી, અને અફઘાનિસ્તાનની ઇનિંગ 14.1 ઓવરમાં ફક્ત 94 રનમાં ખતમ થઈ ગઈ.
Breaking News: 30 બોલમાં સદી ફટકાર્યા પછી અભિષેક શર્માએ ઓમ નમઃ શિવાયની ઉજવણી કેમ કરી? આ છે કારણસોશિયલ મીડિયા પર હાલમાં એક એવો રોમાંચક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિના રુંવાડા ઊભા થઈ જાય. સામાન્ય રીતે વિશાળ અજગરને જોઈને લોકો દૂર ભાગી જતા હોય છે, પરંતુ આ વીડિયોમાં એક યુવકે કૂવામાં ઉતરીને એક મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કૂવાના તળિયે પાણી પાસે ઉભેલો છે અને તેની નજર કૂવામાં ફસાયેલા એક અજગર પર પડે છે. અજગરને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે યુવકે રેસ્ક્યુ શરૂ કર્યું હતું, પરંતુ નજીક જતાં જ અજગરની અસલી લંબાઈ અને તેનું વજન જોઈને તે પણ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયો હતો. અજગર અપેક્ષા કરતાં ઘણો મોટો અને વજનદાર હતો, જેને સાચવીને બહાર કાઢવો અત્યંત જોખમી હતો.
પૂંછડી પકડતાં જ બંને વચ્ચે શરૂ થઈ ખેંચતાણયુવકે હિંમત હાર્યા વિના અજગરની પૂંછડી મજબૂતીથી પકડી લીધી અને તેને ધીમે-ધીમે બહારની તરફ ખેંચવા લાગ્યો. અજગરે પકડમાંથી મુક્ત થવા માટે પૂરી તાકાત લગાવી દીધી અને સતત છટપટાતો રહ્યો. એક તરફ ઊંડા કૂવામાં સંતુલન જાળવવાનો પડકાર હતો અને બીજી તરફ મહાકાય અજગરનું જોખમ હતું. તેમ છતાં યુવકે પોતાની પકડ ઢીલી પડવા દીધી નહોતી.
અંતે યુવકની હિંમત અને ધીરજના કારણે અજગરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી શકાયો હતો. આ આખો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ યુવકની અદભુત હિંમત અને આત્મવિશ્વાસની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે.
भाई को अपनी जान जोखिम मैं नहीं डालनी चाहिए थी https://t.co/OM23gCiF02
— Vijay Singh (@vstechsolution) September 16, 2026
પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે મનની વાત કે ફરિયાદ? જાણો નંબર, ઈમેલ અને PMO નું સરનામુંદિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અભિષેક શર્માના બેટે તબાહી મચાવી દીધી. ડાબા હાથના બેટ્સમેનએ માત્ર 30 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. અભિષેકે તેની ઇનિંગમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા. આ મેચમાં અભિષેકની બેટિંગ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ સદી પછી તેની ઉજવણી પણ હેડલાઇન્સમાં આવી. હકીકતમાં, અભિષેકે સદી ફટકારતાની સાથે જ તે પીચ પર બેસી ગયો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. ચાલો તમને જણાવીએ કે અભિષેક શર્માએ આ રીતે ઉજવણી કેમ કરી. આ પહેલીવાર છે જ્યારે અભિષેકે આ રીતે સદીની ઉજવણી કરી હોય.
અભિષેકની ઉજવણી પાછળનું કારણ શું?અભિષેક શર્માએ એક ખાસ કારણસર ઓમ નમઃ શિવાયની ઉજવણી કરી. તેણે હવે ધ્યાન કરવાનું શરૂ કર્યું છે. તે દરરોજ ધ્યાન કરે છે, જેનાથી તેની એકાગ્રતામાં સુધારો થાય છે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે ધ્યાન કરતો જોવા મળ્યો. નોંધનીય છે કે અભિષેક શર્મા બેટિંગ કરતા પહેલા પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. મેચ પહેલા તે પોતાના બેટથી બોલને ફટકારતો રહે છે. તેનું ધ્યાન ફક્ત બોલ પર જ રહે છે. બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ કુશળતા જ તેને ક્રીઝ પર પગ મૂકતાની સાથે જ મોટા શોટ મારવામાં મદદ કરે છે.
. .
One word for that record knock
Updates https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND | @OfficialAbhi04 pic.twitter.com/VcO7UHQ9KR
— BCCI (@BCCI) September 17, 2026
અભિષેક શર્માની રેકોર્ડબ્રેક ઇનિંગ
- અભિષેક શર્માએ દિલ્હીમાં પોતાના ધ્યાનને કારણે રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમી. તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો.
- અભિષેક શર્માએ બીજી વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા, તે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ભારતીય છે.
- 108 રનની ઇનિંગમાં અભિષેક શર્માના નો સ્ટ્રાઇક રેટ 318 હતો, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ પહેલા ફિન એલને અગાઉ 303 ના સ્ટ્રાઇક રેટથી 100 રન બનાવ્યા હતા.
- અભિષેક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામે પાવરપ્લેમાં 76 રન બનાવ્યા હતા.
સુરતમાં મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. Cyber Cell અને LCBની ટીમે કડોદરા વિસ્તારમાં કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં આઠ મોબાઈલ ફોન, બે લેપટોપ, એક આઈપેડ, 124 સિમ કાર્ડ, વિવિધ બેન્કોની પાસબુકો, ચેકબુકો અને 19 ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓના કબજામાંથી ₹16.10 લાખ રોકડા પણ રિકવર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પ્રતિબંધિત ગેમિંગ એપ્સની લિંક મારફતે અને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરતા હતા. છેતરપિંડીની રકમ મેળવવા માટે તેઓ બોગસ બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. આટલા મોટા પ્રમાણમાં સિમ કાર્ડ અને બોગસ બેન્ક એકાઉન્ટ્સ મળતાં આ નેટવર્ક કેટલું મોટું હતું તે સ્પષ્ટ થાય છે.
હાલ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ અને બેન્ક ડિટેઇલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અન્ય લોકોની સંડોવણી સામે આવવાની પણ શક્યતા છે. સાયબર ક્રાઇમથી બચવા માટે ઓનલાઈન જાહેરાતો અને અજાણી લિંક્સ પર ક્લિક કરતા પહેલાં સાવચેતી રાખવી અને ચકાસણી કરવી અત્યંત જરૂરી છે.
ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવી આધેડ પાસેથી ₹3.05 લાખ પડાવ્યા
ભાવનગર શહેરમાં એક સનસનાટીપૂર્ણ હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં એક આધેડને યોજનાબદ્ધ રીતે જાળમાં ફસાવી, ધમકાવી અને ₹3.05 લાખની મોટી રકમ પડાવવામાં આવી હતી. આ મામલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઝીણવટભરી તપાસ બાદ એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, આ હની ટ્રેપ ગેંગે પોતાની કાર્યપદ્ધતિ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. ગેંગના સભ્યોએ એક આધેડ વ્યક્તિને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ, ગેંગની એક મહિલા સભ્યએ ફેસબુક મારફતે આધેડ સાથે મિત્રતા કેળવી હતી. ધીમે ધીમે આ મિત્રતા આગળ વધી અને મહિલાએ આધેડને વિશ્વાસમાં લીધો.
આધેડને જાળમાં ફસાવ્યા બાદ, મહિલાએ તેમને સાળંગપુર દર્શને જવાની વાત કરી અને આધેડને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી. આધેડ મહિલા સાથે સાળંગપુર દર્શન માટે ગયા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે, ભાવનગર પરત ફરતી વખતે યોજનાબદ્ધ રીતે ગેંગના અન્ય સાગરીતોએ તેમની કારને રોકી લીધી.
₹7થી ₹8 લાખની ખંડણીની માંગણી કરીકાર રોક્યા બાદ, આ સાગરીતોએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે આપી હતી. તેમણે આધેડને ધમકી આપવાનું શરૂ કર્યું કે તેમની સાથે રહેલી મહિલા ડ્રગ્સ અને ગાંજાના કેસમાં સંડોવાયેલી છે, અને તેઓ આધેડને પણ આ ગુનામાં ફસાવી દેશે. આ ખોટા આરોપો અને ધમકીઓ આપીને ગેંગે આધેડ પાસેથી ₹7થી ₹8 લાખની ખંડણીની માંગણી કરી હતી. પોતાની આબરૂ અને જેલવાસના ડરથી ગભરાઈ ગયેલા આધેડે આખરે સમાધાન કરીને ₹3.05 લાખની રકમ આપવા માટે સંમતિ આપી. ગેંગે ₹3.05 લાખ પડાવ્યા બાદ આધેડને જવા દીધો હતો.
આ સમગ્ર ઘટનાથી ભાંગી પડેલા આધેડે હિંમત કરીને ભાવનગર પોલીસનો સંપર્ક કર્યો અને આ હની ટ્રેપ તેમજ ખંડણી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ભાવનગર LCBએ તુરંત કાર્યવાહી હાથ ધરી. LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ગેંગના સભ્યો સુધી પહોંચી. પોલીસે આ મામલે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓ – ઘનશ્યામ, રાજેશ કાથરોટિયા અને વિલાસ પુરાણી – ને ઝડપી લીધા છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની મોડસ ઓપરેન્ડીની વધુ વિગતો સામે આવી રહી છે. ભાવનગર LCB હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ પણ આવા જ પ્રકારે અન્ય કોઈ નિર્દોષ નાગરિકોને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવ્યા છે કે કેમ. આ ગેંગના અન્ય કોઈ સભ્યો સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. આ કિસ્સો લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા અને તેના સંભવિત જોખમો અંગે સાવચેત રહેવાનો પાઠ શીખવે છે.
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા થયા…
આજની ઝાકઝમાળથી ભરેલી અને ભાગદોડ ભરેલી દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સદીઓ જુની પરંપરાઓને અનુસરવામાં આવે છે. એક એવો વિસ્તા જ્યા આજના સમયમાં પણ મહિલાઓના પગ મુકવા પર સખ્ત પ્રતિબંધ છે.
અમે વાત કરી રહ્યા છીએ ગ્રીસના એક અત્યંત સુંદર પરંતુ બિલકુલ અલગ-અલગ પહાડીઓથી ઘેરાયેલા વિસ્તાર “માઉન્ટ એથોસ”ની. જો કે સવાલ એ છે કે આખરે આ પ્રતિબંધ પાછળનું સત્ય શું છે. શા માટે આ જગ્યા દુનિયાની નજરથી દૂર અને રહસ્યો સાચવીને બેઠી છે. આજે એક એવી જગ્યા વિશે જાણીએ, જ્યા સમય થંભી ગયો છે.
મહિલાઓ પર પ્રતિબંધનું કારણ શું છે?માઉન્ટ એથોસમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ અહીં કોઈ માદા પશુને લાવવાની પણ સંપૂર્ણ મનાઈ છે. આ કોઈ નિયમ નથી. પરંતુ એક હજાર વર્ષથી ચાલી રહેલા આ અત્યંત કડક કાયદો છે.
ઈતિહાસના પન્નાને પલટશો તો જાણવા મળશે કે ઓર્થોડોક્સ ઈસાઈ સન્યાસીઓ (મંક) આ જગ્યાને તેની આદ્યાત્મિક સાધનાનું કેન્દ્ર બનાવ્યુ હતુ. તેઓ આને ‘વર્જિન મેરીનો પવિત્ર બગીચો’ માનતા હતા. માન્યતા છે કે ખુદ ઈસા મસીહા ની માતા, વર્જિન મેરી આ જગ્યા પર આવી હતી અને તેની સુંદરતાથી ખુશ થઈ તેમણે આ જગ્યાને તેનો બગીચો બનાવી લીધો. સન્યાસીઓનું માનવુ છે કે આ સમગ્ર વિસ્તાર પર માત્ર વર્જિન મેરીનો જ અધિકાર છે અને તેમના પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે તેઓ અહીં અન્ય કોઈ મહિાને આવવાની મંજૂરી આપતા નથી.
એવુ લાગે કે 10મી સદીમાં પહોંચી ગયાઆજે જ્યારે આપણે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટ વિના એક પળ પણ રહી શક્તા નથી, ત્યાં માઉન્ટ એથોસ ના સંન્યાસી આજે પણ 10મી સદી જેવી સાદગીથી ભરેલી જિંદગી જીવી રહ્યા છે.
તેમનુ શેડ્યુલ એવુ કડક છે કે સાંભળીને રૂંવાટા ખડા થઈ જશે. સવારે તેઓ 4 વાગ્યે ઉઠે છે. આખી-આખી રાત જાગીને પ્રાર્થના કરે છે અને દિવસે ખેત કે મઠોમાં સખ્ત મહેનત કરે છે. ભોજનના નામે માત્ર સૂકી રોટલી અને થોડી શાકભાજી ખાય છે.
અહીં એશો-આરામ કે મનોરંજનનું કોઈ નામોનિશાન નથી. આ જગ્યા પર બહારના લોકોનું આવવુ પણ આસાન નથી. કડક સુરક્ષા અને તપાસ બાદ માત્ર કેટલાક પુરુષોને જ અહીં આવવાની પરમિટ મળે છે.
મઠોની દિવાલો માં દફન છે રહસ્યોએવુ કહેવાય છે કે આ મઠોની દિવાલોની પાછળ એવા પ્રાચીન ગ્રંથ અને રહસ્યો દફન છે, જેને ફક્ત સન્યાસીઓ જ જોઈ શકે છે. સતત કલાકોની ધ્યાન સાધના દરમિયાન આ સન્યાસીઓ એક એવી શૂન્ય અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં તેઓ ખુદને ઈશ્વર ની સૌથી નજીક અનુભવે છે.
સૌથી મોટો સવાલ એ છે કે આજની આધુનિક્તાની આ આંધીમાં માઉન્ટ એથોસ તેની પ્રાચીન ઓળખ બચાવી શકશે? ચારે તરફ બદલાતા સમયનું દબાણ વધી રહ્યુ છે પરંતુ આ રહસ્યમયી પહાડી આજે પણ પણ તેના નિયમો પર અડગ છે. કદાચ એ જ આ સ્થળની સૌથી મોટી સુંદરતા છે જે આપણને યાદ અપાવે છે કે દુનિયાથી કપાઈને આસ્થાની પણ એક અનોખી દુનિયા વસાવી શકાય છે.
અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Videoઆજકાલ વિટામિન્સ અને મિનરલ્સના સપ્લિમેન્ટ્સનું નિયમિત સેવન કરવું એક ફેશન કે ટ્રેન્ડ બની ગયું છે. આજકાલ સોશિયલ મીડિયા રીલ્સ પર પણ આવો જ એક હેલ્થ ટ્રેન્ડ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો મૅગ્નેશિયમ જેલી કે અન્ય સપ્લિમેન્ટ્સને રંગબેરંગી ટૉફીની જેમ ખાઈ રહ્યા છે અને તેમને તે ખાવું હેલ્ધી તેમજ કૂલ લાગે છે. અનેક રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે લોકો કોઈપણ તબીબી સલાહ વિના માત્ર સ્ટ્રેસ દૂર કરવા, રાત્રે સારી ઊંઘ મેળવવા કે સ્નાયુઓના દુખાવાથી રાહત મેળવવા માટે તેનું સેવન કરી રહ્યા છે. પરંતુ કોઈપણ વિટામિન કે મિનરલને કેન્ડીના રૂપમાં આડેધડ ખાવાથી શરીરને મોટું નુકસાન થઈ શકે છે.
નિષ્ણાતનું કહેવું છે કે, મૅગ્નેશિયમની સૌથી પહેલી અને મોટી અસર પેટ પર પડે છે. તેનું વધુ પડતું સેવન પેટમાં પાણીનું પ્રમાણ ખેંચે છે, જેના લીધે ગંભીર ઝાડા, પેટમાં તીવ્ર દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.
વધુ પડતું સેવન કેટલું જોખમી? મૅગ્નેશિયમ શરીર માટે જરૂરી તત્વ છે, પરંતુ તેને ચોક્કસ મર્યાદાથી વધુ ન લેવું જોઈએ. જ્યારે તેને વધુ પડતી માત્રામાં શરીરમાં લેવામાં આવે છે, ત્યારે લોહીમાં મૅગ્નેશિયમનું સ્તર ખતરનાક રીતે વધી જાય છે, જેને મેડિકલ ભાષામાં ‘હાઇપરમેગ્નેસીમિયા’ (Hypermagnesemia) કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ દિવસમાં 350 મિલીગ્રામથી વધુ મૅગ્નેશિયમ ન લેવું જોઈએ, અન્યથા તે શરીરમાં ઝેર સમાન સાબિત થઈ શકે છે.
શરીરને થતા અન્ય મોટા નુકસાન: બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો: મૅગ્નેશિયમના ઓવરડોઝથી રક્તવાહિનીઓ અત્યંત શિથિલ (રિલેક્સ) થઈ જાય છે, જેના પરિણામે બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે. તેનો ઓવરડોઝ હૃદયની નર્વસ સિસ્ટમ પર પણ માઠી અસર કરે છે. આ ઉપરાંત ફેફસાંના સ્નાયુઓ વધુ પડતા રિલેક્સ થવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
કિડની પર વધારાનું ભારણ: કિડની શરીરમાંથી વધારાના મિનરલ્સ બહાર કાઢવાનું કામ કરે છે. આવા સપ્લિમેન્ટ્સનું રોજેરોજ આડેધડ સેવન કિડની પર વધારાનો તણાવ પેદા કરે છે, જે ખાસ કરીને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ માટે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે.
દાંત અને શુગરને નુકસાન: આ ગમી કેન્ડીઝ ટૉફી જેવી લાગે તે માટે તેમાં આર્ટિફિશિયલ શુગર, ફ્લેવર્સ અને સીરપ ઉમેરવામાં આવે છે. તેનું સતત સેવન કરવાથી દાંતમાં સડો (કેવિટી) થઈ શકે છે અને વધારાની કેલરીના કારણે વજન વધવા તેમજ હાઇ બ્લડ શુગરનું જોખમ રહે છે.
જો ઊંઘ ન આવતી હોય કે થાક લાગતો હોય તો તરત જ મૅગ્નેશિયમ કેપ્સ્યુલ કે ગમીઝ ખાવાને બદલે લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, કાજુ અને તજ જેવા કુદરતી સ્ત્રોતોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. કોઈપણ સપ્લિમેન્ટ શરૂ કરતાં પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો. પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે મનની વાત કે ફરિયાદ? જાણો નંબર, ઈમેલ અને PMO નું સરનામુંવડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જો તમે તમારી કોઈ વાત, સંદેશ કે ફરિયાદ પહોંચાડવા માંગતા હોવ તો તેના માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. સરકારી વિભાગ કે અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાથી લઈને તમારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ તેનું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકાય છે.
PMO નું લોક ફરિયાદ પોર્ટલ: આ પ્લેટફોર્મ સીધું વડાપ્રધાન કાર્યાલય (PMO) નું ફરિયાદ નિવારણ મંચ છે, જ્યાં ફરિયાદો સીધી પીએમઓની વહીવટી શાખામાં નોંધાય છે:
સત્તાવાર વેબસાઇટ pmopg.gov.in અથવા pmindia.gov.in પર જઈને 'Write to the Prime Minister' વિકલ્પ પસંદ કરવો. (નોંધનીય છે કે, પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન વારાણસી બેઠકના સોગંદનામામાં પોતાનો મોબાઈલ નંબર 8980809224 અને ઈમેલ આઈડી narendramodi@narendramodi.in દર્શાવેલ હતા). પોર્ટલ પર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી OTP થી વેરિફિકેશન કરવું. મહત્તમ 3000 શબ્દોમાં પોતાની ફરિયાદ સ્પષ્ટ રીતે લખવી. પુરાવા રૂપે દસ્તાવેજો હોય તો તેને PDF ફોર્મેટમાં અપલોડ કરવા. સબમિટ કરતાં જ એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે, જેનાથી ફરિયાદનું સ્ટેટસ ટ્રેક કરી શકાશે. ફરિયાદ પર થયેલી કાર્યવાહીનું સ્ટેટસ 011-23386447 નંબર પરથી પણ જાણી શકાય છે.
CPGRAMS પોર્ટલ પર ફરિયાદ: આ કેન્દ્ર સરકારનું સત્તાવાર ફરિયાદ નિવારણ પોર્ટલ છે, જે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને આવરી લે છે: વેબસાઇટ pgportal.gov.in પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. પોર્ટલના વોટ્સએપ નંબર અને AI ચેટબોટની મદદથી મોબાઈલ દ્વારા પણ ફરિયાદ દાખલ થઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી 'MyGrievance' એપ ડાઉનલોડ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
નરેન્દ્ર મોદી એપ (NaMo App): આ વડાપ્રધાનનું અંગત ડિજિટલ પ્લેટફોર્મ છે. એપ સ્ટોર પરથી NaMo App ડાઉનલોડ કરીને 'Write to PM' અથવા 'Share Your Ideas' વિકલ્પ પસંદ કરી સીધા સૂચનો કે ફરિયાદો મોકલી શકાય છે. દેશના વિકાસ કે સરકારી નીતિઓ અંગે નવું સૂચન આપવા માટે MyGov પણ યોગ્ય પ્લેટફોર્મ છે.
વડાપ્રધાન કાર્યાલયને ટપાલ દ્વારા પત્ર: તમે તમારી વાત સીધી પત્ર મારફતે વડાપ્રધાન કાર્યાલયને મોકલી શકો છો: નવું સરનામું: સેવા તીર્થ (PMO), કર્તવ્ય ભવન, દારા શિકોહ રોડ / કર્તવ્ય પથ વિસ્તાર, નવી દિલ્હી - 110011. દિલ્હી-NCR ના રહેવાસીઓ નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે આવેલા PMO ટપાલ કાઉન્ટર પર જઈને જાતે જ ફરિયાદની હાર્ડ કોપી જમા કરાવી શકે છે. ફેક્સ દ્વારા ફરિયાદ મોકલવા માટે ફેક્સ નંબર 011-23016857 અથવા 011-23019545 નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે સંપર્ક માટે 011-23074072 ઉપલબ્ધ છે.
પૂછપરછ અને 'મન કી બાત' સંપર્ક નંબર: લેખિત ફરિયાદ સ્ટેટસ: 011-23386447 પર કૉલ કરીને ટપાલ દ્વારા મોકલેલી ફરિયાદનું સ્ટેટસ જાણી શકાય છે. મન કી બાત: ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર કૉલ કરીને પોતાના અવાજમાં વડાપ્રધાન માટે રેકોર્ડેડ સંદેશ મોકલી શકાય છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સક્રિય છે. નીચે આપેલા હેન્ડલ્સને ટેગ કરીને પણ વાત પહોંચાડી શકાય છે: X (Twitter): @narendramodi અને @PMOIndia, Facebook: facebook.com/narendramodi, Instagram: @narendramodi
નોટોના બંડલથી લઈને સોનાના દાગીના સુધી… લાલબાગચા રાજાને ભક્તોએ શું-શું દાન કર્યું?